યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યોજાયો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાત રાજય સહકારી સંઘ,અમદાવાદ આયોજિત યુવા મહિલાઓની ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ વિષય અંગે સેમિનાર યયોજાયો.જેમાં
મહિલાઓને આર્થિક – સામાજિક રીતે સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્ર ઉત્તમ માધ્યમ છે. – શ્રી બીજલબેન પટેલ
ગ્રેજ્યુએટ થયા પછી બીઝનેસ શરૂ કરવા માટે સહકારી માધ્યમ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ માધ્યમ નથી. – શ્રી ઘનશ્યામભાઈ અમીન

અમદાવાદઃ ગુજરાત રાજય સહકારી સંઘ,અમદાવાદ દ્વારા મહિલા સશકતીકરણ પખવાડિયાના ઉપલક્ષ્યમાં તા.30/8/2019ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેન્ક, નારણપુરા અમદાવાદ મુકામે “યુવા મહિલાઓના ભાવિ કારકિર્દી માટે સહકારી ક્ષેત્રે અવકાશ” વિષય પર રાજ્ય કક્ષાનો યુવા મહિલા સહકારી સેમિનાર – 2019 યોજાયો હતો.
યુવા મહિલા સહકારી સેમિનારનું દીપ પ્રગટાવી ઉદ્દધાટન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી બીજલબેન પટેલે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે બહુ આયામી પ્રતિભા ધરાવતાં સહકારી અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ અમીન રાજ્ય સહકારી સંઘ દ્વારા વિવિધ સહકારી વિષયક સેમિનારો યોજી રાજ્યની સહકારી પ્રવૃત્તિને બળવત્તર બનાવી રહ્યા છે. આજનો સેમિનાર વિદ્યાર્થિનીઓને કારકીર્દિ ઘડવામાં ખૂબ જ ઉપયોગી થનાર છે. આજે સહકારી સંસ્થાઓ અર્થકારણના તમામ ક્ષેત્રો જેવાં કે વેપાર, ઉધોગ ડેરી, બેન્કીંગ મત્સ્યઉધોગ, સ્વાસ્થ્ય સંભાળ, આવાસ, વીમા, કુટીર ઉધોગ અને રૂપાંતર માટે કામ કરે છે. જ્યારે મૂડીવાદી, સમાજવાદી, સામ્યવાદી કે લોકશાહી અર્થતંત્રમાં લોકો પોતાની સામાન્ય જરૂરિયાત મેળવી શક્તા નથી ત્યારે તેના વિકલ્પ સ્વરૂપે સહકારી માધ્યમનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો મેળવે છે.
મહિલાઓને આપણા સમાજમાં સદીઓથી સહન કરવાનું મંડાયેલું છે. તેને ઘર-કુટુંબની જવાબદારીમાં બાંધી દેવામાં આવે છે. આમાંથી મહિલાઓને બહાર કાઢવી પડશે અને આ માટે સહકારી પ્રવૃત્તિ મહિલાઓના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. મને એ વાતનો ગર્વ છે કે, મહિલાઓને કોઈ પણ પ્રવૃત્તિ સોપોં તો તેઓ આ પ્રવૃત્તિ નિષ્ઠા, પ્રામાણિકતા અને સુઘડ રીતે કરશે તેમાં કોઈ બે મત નથી. મહિલાઓને સમાજમાં વિશેષ દરજ્જો અપાવવો હશે તો તેમને આર્થિક તેમ જ સામાજિક રીતે સશક્ત બનાવવા પડશે. અને આ માટે સહકારી માધ્યમ ઉત્તમ માધ્યમ બની શકે છે.
સેમિનારના પ્રમુખસ્થાનેથી ગુજરાત રાજ્ય સહકારી સંધના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીને સહકારી ક્ષેત્ર અંગે માહિતી આપી જણાવ્યુ હતુ કે, આજે મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યુ છે. યુનિવર્સિટીઓમાં ટોપર અને મેડાલિસ્ટ છોકરાંઓ કરતાં છોકરીઓ વધુ છે. ત્યારે શિક્ષિત મહિલાઓ માટે સહકારી ક્ષેત્રે કારકીર્દિ ઘડવાની વિપુલ તકો રહેલી છે. જો લિજજત પાપડ અને અમૂલ જેવા સહકારી માળખા હેઠળ જો નિરક્ષર બહેનો સહકારી માધ્યમ થકી કમાઈ શકતી હોય તો તમે તો ટેકનીકલ નોલેજ ધરાવો છો. સહકારી ક્ષેત્રે ટેકનિકલ નોલેજના માધ્યમ દ્વારા તમારા માટે વિકાસની ઘણી તકો રહેલી છે. સહકારી ધોરણે મેડીકલ સ્ટોર, બ્યુટી પાર્લર સહકારી મંડળી, ફોટોગ્રાફી સહકારી મંડળી, ટ્યુશન ક્લાસીસ, ટુરિઝમ સહકારી મંડળી, આ.ઈટી ક્ષેત્રે પણ સહકારી મંડળી ઉભી કરી યુવા મહિલાઓ માટે કારકીર્દિ ઘડવાની વિશાળ તકો રહેલી છે.
ખાસ મહત્વની વાત એ છે કે, આ ધંધો વ્યક્તિગત કરવો હોય તો મોટુ નાણા ભંડોળ જોઈએ પણ સહકારી ધોરણે વધારે ભંડોળની જરૂર પડતી નથી. સહકારી ક્ષેત્રે તમારી સ્કીલ , આવડત અને મહેનતના આધારે ઝંપલાવી બીઝનેસ મેન થઈ શકો છો. આમ, ગ્રેજ્યુએટ થયા પછી બીઝનેસ શરૂ કરવા માટે સહકારી માધ્યમ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ માધ્યમ નથી.
સેમિનારના મુખ્ય મહેમાન શ્રી ઔડાના પૂર્વ ચેરમેન અને ઘાટલોડિયાના ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યુ હતું કે, સહકારી ક્ષેત્ર હોય ત્યાં યુવાનોને રોજગારી માટે મુંઝાવાની જરુર રહેતી નથી. રાજ્યની સહકારી પ્રવૃત્તિ દેશમાં શ્રેષ્ઠ ગણાય છે, ત્યારે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે વિકસેલી સહકારી પ્રવૃત્તિમાં જોડાઈને યુવાનો પોતાનો પણ વિકાસ કરી શકે અને રાજ્યનો પણ વિકાસ કરી શકે છે.
આ સેમિનારમાં વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા અમદાવાદ શહેરની જુદી જુદી કોલેજની 600 વિદ્યાર્થીનીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું,

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •