સાથી મનોદિવ્યાંગ શાળામાં ભગવાન શ્રી કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

આજ રોજ સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં શ્રીકૃષ્ણ જન્મની રંગેચંગે ભવ્ય ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે બોરસદ શહેરનાં અતિથિઓ શ્રી દુષ્યંત ભાઈ પટેલ(કલ્પ વૃક્ષ ફાઉન્ડેશન),રોટરી ક્લબ સન સિટી બોરસદ શહેરનાં સદસ્યો,વાલીગણ,સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી વિનોદ દાદા,શાળાનાં પ્રિન્સિપાલશ્રી હર્ષદ ભાઈ,સ્ટાફ ગણ વગેરે ખુબજ ઉત્સાહથી ઉજવણી કરી. આ સાથે બાળકો શ્રી કૃષ્ણ અને બાળકીઓ રાધા બની ને આવ્યાં હતાં.આજનાં આ નંદ મહોત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મ દિવસ કેક કાપીને ઉજવવામાં આવી.આ સાથે મટકી ફોડના કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.આજનાં આ પાવન ઉત્સવે આવેલ મહાનુ ભાવો બાળકો માટે કેક,કપ કેક,કરી લાડું, કાજુ કતરી વગેરે લઇને આવ્યાં હતાં અને દરેક બાળકોને પોતાના હાથેથી મીઠાઈ ખવડાવી હતી.આ ઉપરાંત શ્રી વિનોદ દાદા એ બાળકોને શ્રી કૃષ્ણ ભગવાનની વાર્તાલાપ જેવી કે ભગવાનને છળ – કપટ – પ્રપંચ-પાખંડ ગમતા નથી.
ભગવાનનો સ્વભાવગુણ “ વાત્સલ્ય છે , હૃદયની ન સરળતા ભગવાનને ખૂબ ગમે છે.ભગવાન સૌના સુહૃદ છે . . . હિતેચ્છ, નિસ્પૃહી સખા છે,દંભ,સ્વાર્થ,દેખાવ,કપટ પ્રપંચ મનમાં ભરીને ભગવાન પાસે જઈએ તો ભગવાન ક્યાંથી પ્રગટ થાય ? ભગવાન અંતર્યામી છે આપણા મનમાં શું ભરેલું છે તે બધું . જ જાણે છે . ભગવાન કહે છે , “ નિર્મલ મન-જન સો મોહી પાવા , મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા’ પ્રભુ કે દરબાર મે , સાચેકું શિરપાવ જુઠા તમાચા ખાયેગા , ક્યા રંક , ક્યા રાવ ?
કૃષ્ણાવતારમાં ‘ પૂતના ‘ સુંદરીનું રૂપ લઈ શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવવાના બહાને કાવતરું કપટ કરીને આવી. શ્રીકૃષ્ણ તો તેના કપટને જાણી લીધું ‘ પૂતના ’ના પ્રાણ હણાઈ . ગયા.
વિવિઘ રાક્ષસો પ્રપંચ – કપટ,પાપલીલા આચરવા જુદા-જુદા સ્વરૂપે શ્રીકૃષ્ણ પાસે આવ્યા પણ તેમનો સંહાર થયો.કહેવાનો અર્થ એટલો જ છે કે,ઇશ્વરને પ્રપંચ – પાખંડ – દંભ-કપટ ગમતા નથી.
ભગવાનને મારગે જવું હોય તો ભગવાન રાજી રહે તેવું સદવિચાર-પવિત્રતાભર્યું આચરણ જોઈશે જ.સાધન શુદ્ધિની પણ જરૂર છે.દુર્યોધન જેવી દુષ્ટ બુદ્ધિ વાપરીશું તો ઇશ્વર દૂર જ રહેવાનો છે.વિદુર,અક્રૂર,સુદામા,પ્રહલાદ,ધ્રુવ અને અનેક પવિત્રતમ સમર્પિત સરળ ભક્તો જેવા બનીશું તો જ ઇશ્વર આપણા ઉપર અનરાધાર વરસશે.આપણે પહેલા તો સાચા માનવ બનવાનું છે.માનવતા ધર્મનું પાલન કરવાનું છે ને પછી ભગવાનની સાચી ભક્તિ પ્રાપ્ત કરવાની છે.કળિયુગમાં સાવધાન બની પળે પળે જાગૃત રહી સ્વનિરીક્ષણ કરતા રહી , સતત ઇશ્વર પ્રત્યે શુદ્ધ ભાવે સમપ્રિત રહેવા જેવું છે.આમ અનેક વાર્તાલાપ દાદાએ બાળકોને કહી અને આવેલ દરેક મહાનું ભાવોનો આભાર વ્યકત કર્યો.

આપના દરેક ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •