માટીના ટ્રી ગણેશ :ઘરે કુંડામાં મુર્તિ વિસર્જન પછી તેમાંથી છોડ ઉગશે,પર્યાવરણની જાળવણીના ઉદેશ્ય સાથે સાઉથ બોપલ ખાતે માટીની ૫૧ ટ્રી ગણેશ મુર્તિ બનાવવામાં આવી _ વંદના નીલકંઠ વાસુકિયા. વિરમગામ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં શ્રધ્ધા વિશ્વાસ અને પર્યાવરણને સાંકળતા અનોખા અભિગમ સાથે સ્થાનિક લોકો દ્વારા ટ્રી ગણેશની માટીની મુર્તીઓ બનાવવામાં આવી છે. રવિવારે સાઉથ બોપલમાં આયોજીત કાર્યક્રમમાં લોકોને માટીના ટ્રી ગણેશ બનાવવા માટે પ્રસાદ ગોસાવી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમની મદદથી લોકો દ્વારા માટીના ૫૧ ટ્રી ગણેશની મુર્તિ પોતાના હાથે તૈયાર કરવામાં આવી હતી. ટ્રી ગણેશની માટીની મુર્તિની ગણેસોત્સવ દરમ્યાન સ્થાપના કરવામાં આવશે અને ઘરે જ કુંડામાં વિસર્જન કરવામાં આવશે. જેમાંથી છોડ ઉગશે.
માટીના ટ્રી ગણેશ બનાવતા શિખવડવાના કાર્યક્રમના આયોજક અને બોપલ ઘુમા નગરપાલીકાના કાઉન્સિલર વૃશાલી દાતારે જણાવ્યુ હતુ કે, પીઓપીની ગણેશ ભગવાનની મુર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરવાના કારણે પર્યાવરણને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે. જેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની એવી મુર્તિની સ્થાપના કરવામાં આવે કે વિસર્જનથી પર્યાવરણને કોઇ નુકશાન ન થાય તે માટે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં લોકોને માટીના ટ્રી ગણેશની મુર્તિ બનાવતા શિખવાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકો દ્વારા માટીના ૫૧ ટ્રી ગણેશની મુર્તિ તૈયાર કરવામાં આવી હતી. લોકોએ પોતાના હાથે બનાવેલ મુર્તિની ગણેશોત્સવ દરમ્યાન સ્થાપના કરવામાં આવશે અને પોતાના ઘરે કુંડામાં પાણી નાખીને વિસર્જન કરવામાં આવશે. જેથી એકાદ અઠવાડીયા પછી કુંડામાં છોડ ઉગશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •