હોમગાર્ડઝ યુનિટ વિસનગર ખાતે જીલ્લા કમાન્ડન્ટ આર. જે. શાહના હસ્તે અવસાન પામેલા હોમગાર્ડઝ સ્વ ભરતકુમાર અેમ.રાઠોડના વારસદારને કુલ 127500/- જે રકમનો ચેક અર્પણ કરેવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજ રોજ હોમગાર્ડઝ યુનિટ વિસનગર ખાતે જીલ્લા કમાન્ડન્ટ આર. જે. શાહના હસ્તે અવસાન પામેલા હોમગાર્ડઝ સ્વ : ભરતકુમાર અેમ.રાઠોડના વારસદાર ધર્મ પત્નિ ગ.સ્વં નિરૂબેન બી રાઠોડ ને હોમગાર્ડઝ વેલ્ફેર ફંડ માથી સહાય માટે જીલ્લા કમાન્ડન્ટ આર.જે.શાહની ભલામણ આઘારે કમાન્ડન્ટ જનરલ શ્રી દવારા રૂ ૭૭૫૦૦/- અંકે રૂપિયા સિતોતેર હજાર પાચસો ની મરણોતર સહાય તેમજ 50000/મેડીકલ સહાય મંજુર થયેલ જે કુલ 127500/- જે રકમનો ચેક અર્પણ કરેલ. જેમા યુનિટ કચેરીના ઓફિસર કમાંડિંગ શ્રી રમેશભાઇ મકવાણા તેમજ યુનીટના અેન.સી.ઓઝ તેમજ હોમગાર્ડઝ સભ્યો હાજર રહેલ. સહાય માટે યુનીટ અધિકારી મકવાણા એ જીલ્લા કમાન્ડન્ટ સાહેબ તથા હેડ કલાર્ક આર એમ મકવાણાનો અાભાર માન્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •