રાણીપની પાણીની ટાંકીમાં બોપલવાળી થાય એમ મ્યુ કોર્પોરેશન રાહ જોઈ રહ્યું છે ? – પ્રતિક દરજી.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

આશરે 30 વર્ષ જૂની રાણીપમાં જીએસટી ક્રોસીંગ પાસે આવેલ પાણીની ટાંકીની હાલત જર્જરિત હાલતમાં છે. શહેરના બોપલ વિસ્તારમાં જે પ્રકારે પાણીની ટાંકી ધરાશાયી થવાનો બનાવ બન્યો અને તેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, તે પ્રકારની જ દુર્ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં આ પાણીની ટાંકી જર્જરિત હોવાની અનેક રજૂઆતો કરી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાણીપ નગરપાલિકા સમયે બનાવેલ આ ટાંકીનું લાંબા સમય સુધી સમારકામ નહિ થવાના કારણે તેના પિલરો જર્જરિત હાલતમાં છે. ટાંકીના બાંધકામમાં અનેક જગ્યાઓ પર પ્લાસ્ટરના પોપડા ઉખડી ગયા છે. જેના કારણે સળિયા પણ બહાર આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે મ્યુ કોર્પોરેશન જૂની મિલકતોને સાચવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. મ્યુ કોર્પોરેશન તંત્ર હોનારત થાય તેની રાહ જોઇ રહ્યું છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •