આધુનિક ચાણક્ય:વાઘેલા ભાગ્યશ્રીબા મહેન્દ્રસિંહ.

સમાચાર આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત

જીવનમાં આપણને ઘણા એવા વ્યક્તિત્વ મળી જતા હોય કે,જેમના હાવભાવ,મીઠાશપૂર્ણ બોલી,વાક્પટૂતા,ચપળતા અસર કરી જતા હોય છે.જેમાં કદી આપણા પોતાના પણ હોય ને જેમની સાથે લોહીના સંબંધો ય ન હોય તેઓ પણ હોઈ શકે.પણ આજ મારે એક કુશળ,બુદ્ધિમાન ને અર્ધ માં આખોય સાર સમજી લેનાર આધુનિક ચાણક્ય એવા ગોંડલ તાલુકાની શ્રી શિવરાજગઢ કુમાર શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી રાજ આશિષસિંહજી ઉદયસિંહજી વાઘેલાની પોતાના કાર્યો પ્રત્યેની ઉત્સુકતાની વાત કરવી છે.એમની વિશેષતા છે કે,તેઓ પોતે નિતનવી નવિનતાને વરેલા માણસ..!શિક્ષક પૂર્વે તેઓ શિવરાજગઢ સી.આર.સી.તરીકે ફરજ નિભાવી ચૂકેલા.હાલે ગોંડલ રાજપૂત સમાજમાં તથા શિક્ષણસંઘમાં કાર્યરત!વહીવટી કાર્યની એમની કુશળતા બેનમૂન..લાજવાબ!ગયા વર્ષે જ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ એમના સંચાલન હેઠળ પૂર્ણ જોશથી ઉજવાયો.શાળાના શિક્ષકોની મહેનત અને ઉત્સાહ લાજવાબ!જેમના મુખ્ય અતિથી વિશેષ તરીકે ગોંડશ નરેશ શ્રી જયોર્તિમયસિંહજીસાહેબ પધારેલા,જેમણે શાળાના વીસથી પચ્ચીસ પછાત બાળકોને દતક લીધેલા.શિવરાજગઢ કુમારશાળા ગુજરાતમાંથી પ્રથમ એવી શાળા બની જેમણે વાર્ષિક પરિક્ષમાં ધોરણ પાંચ થી આઠમાં પ્રથમથી પાંચ નંબર સુધીના બાળકોને બાય પ્લેન દિલ્હી સુધીનો લાંબો પ્રવાસ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે એકત્ર થયેલ ધનરાશિ દ્રારા જ કરાવવામાં આવ્યો,જેને પૂર્ણપણે સફળતા બક્ષનાર મેનેજમેન્ટ ગુરુ આશિષસિંહજી.!આ પ્રવાસની નોંધ પી.એમ.ઓફીસમાં પણ લેવાયેલી.ભાવિને માપી લાંબી નજરે કાર્ય કરવાની એમની પદ્ધતિ સરાહનિય છે.અને સોના પર સુહાગ જેવું એમની પદ્ધતિઓ..નિયમો તથા નિશ્વિત કરેલ સિદ્ધાંતોના પાસા ય વળી પોબારા પડે!હવે આ એક સંજોગ પણ હોઈ શકે ને એમની બુદ્ધિમતા અથવા તો વિધિની વિશિષ્ટતા પણ હોઈ શકે.નવી વાતો..નવા માણસો સાથે પરિચય કેળવવો એમનો જુનો શોખ ગણાવી શકો.એક અન્ય વિશેષતા જે અમને ગમે એ છે એ કે,એમની દરેક વાતમાં “હા”ભણવાની વિશિષ્ટતા..એ ઓર બાબત છે કે,યથાપ્રયાસ તથા સમયાનુકૂળે એમના દ્રારા કાર્યસિદ્ધ કરે..પણ શરુઆતમાં કદી કોઈ વ્યક્તિને ના ન ભણે..તો કોઈના હ્રદય સાચવવાની આ વાત સુંદર છે.આધ્યાત્મ તથા આયુર્વેદ વિષયો એમને મન ભાવે.ખાસ આયુર્વેદ.જેને લગતા કૈંક પુસ્તકો એમણે વસાવેલા તથા ઔષધિઓનું પણ જ્ઞાન ધરાવે.પોતે વ્યાયામ શિક્ષક છે.ચિત્રો એટલી ખુબીથી કાગળ પર ઉતારે જાણે સોને મઢ્યો ચંદ્ર!અમારા અહોભાગ્ય કે,તેઓ અમારા મોટા ભાઈસાહેબ છે.શ્રેષ્ઠોતમ શિક્ષક તરીકે પણ એમણે સમ્માન પ્રાપ્ત થયેલ.ધન્ય આપ ખતરિયા…!આપ સદાય પ્રગતિના પંથે રહો દિર્ઘાયુ પામો તથા સમાજોપયોગી કાર્યથી આપ જીવનપંથ દેદિપ્ત કરો એ જ આશ સહ જય માતાજી…વંદન..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •