નર્મદા માં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. નર્મદા અને ગરુડેશ્વર ચાર ઇંચ વરસાદ. – રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

ગુજરાત ભારત સમાચાર

તિલકવાડામાં પોણા ચાર ઇંચ, સાગબારા તાલુકામાં ત્રણ ઇંચ, દેડીયાપાડા તાલુકામાં બે ઇંચ ભારે વરસાદ.

સતત પાંચ દિવસથી એકધારા વરસાદથી નર્મદા નું જનજીવન ખોરવાયું.

મોટાભાગના ખેતરો પાણી મા પાક અને બિયારણ તણાઈ જતાં ખેતરમાં ભારે નુકસાન થવાના અહેવાલ.

મોટાભાગના રસ્તાઓ ધોવાયા.
નર્મદા ડેમ અને કરજણ ડેમ સહિતનાં તમામ ડેમની ક્રમશ વધતી જતી સપાટી પર
સત્તાવાળાઓની ચાંપતી નજર.

નર્મદાના તમામ ડેમોની સતત પાણીની વધતી જતી સપાટીને કારણે સપાટીમાં ક્રમશ વધારો
નર્મદા ડેમ 122. 95 મીટર, કરજણ ડેમની સપાટી 107. 49 મીટરનો પહોંચી.

ભારે વરસાદને પગલે diજીસ્ટાર મેનેજમેન્ટની સતત ચાંપતી નજર, મોનિટરિંગ પાંચ દિવસની ભારે આગાહીથી તંત્ર એલર્ટ.

નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ થતા નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં બે દિવસથી સતત આખો દિવસ અને આખી રાત સતત ભારે વરસાદ થતા નર્મદામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં નાંદોદ તાલુકામાં 101 મીમી (ચાર ઈંચ )ગરુડેશ્વર તાલુકામાં 108 મીમી( ચાર ઇંચ )વરસાદ થતાં આ બંને તાલુકામાં પાણી પાણી થઇ ગયા છે. જ્યારે તિલકવાડા તાલુકામાં 91 મીમી ( પોણા ચાર ઇંચ ), સાગબારા તાલુકામાં 71મીમી (ત્રણ ઇંચ) દેડિયાપાડા તાલુકામાં 57 મીમી ( બે ઇંચ વરસાદ) થયો છે આજે 24 કલાકમાં નર્મદા માં કુલ 428 મીમી (સરેરાશ 86મીમી ) વરસાદ નોંધાયો છે.
જ્યારે અત્યાર સુધીમાં નર્મદામાં મોસમનો કુલ સૌથી વધુ વરસાદ તિલકવાડા તાલુકામાં 784 મીમી અને સૌથી ઓછો મોસમનો કુલ વરસાદ સાગબારા તાલુકામાં 623 મીમી નોંધાયો છે. જ્યારે ગરુડેશ્વર તાલુકા માં 765 મીમી, દેડીયાપાડા તાલુકામાં 609 મીમી અને નાંદોદ તાલુકામાં 765 મીમી વરસાદ નોંધાયો છે આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3546 મીમી (સરેરાશ 709 મીમી )વરસાદ થયો છે.
સતત પાંચ દિવસથી એકધારા વરસાદથી નર્મદાનું જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે મોટા ભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે પાક અને બિયારણ તણાઇ જતા ખેતીમાં ભરે નુકસાનના અહેવાલ છે. ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતો ખેતરોમાં જઈ શકતા નથી મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે.
નર્મદા અને કરજણ ડેમ સહિત નર્મદાના તમામ ડેમોની ક્રમશઃ વધતી જતી સપાટી પર સત્તાવાળાઓની ચાંપતી નજર રાખી ર રાખી રહ્યા છે. નર્મદા ડેમની સપાટી 122.95 મીટર, કરજણ ડેમની સપાટી 107.49 મીટર પર પહોંચી છે. જ્યારે ભારે વરસાદને પગલે ડીજીસ્ટાર મેનેજમેન્ટની સતત ચાંપતી નજર મોનિટરિંગ પાંચ દિવસની ભારે આગાહી થી તંત્ર એલર્ટ થાય અને સપાટી સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
નર્મદા ડેમની સપાટી 122.95 મીટરે પહોંચી છે જેને કરજણ ડેમની સપાટી 107. 49 મીટર, નાની કાકડીઆંબા ડેમની જળ સપાટી 182.60 મીટર, ચોપડાવાવડેમની સપાટી 181.20 મીટર નોંધાઇ છે અને નર્મદા ગરુડેશ્વર નર્મદા નું ગેજ લેવલ 14.86 મીટર નોંધાયું છે.
નર્મદા જિલ્લાના વરસાદના આંકડા.
ક્રમ-તાલુકો -આજનો વરસાદ (મીમી)- કુલ વરસાદ (મીમી )
1. ગરુડેશ્વર – 108 – 765
2. દેડીયાપાડા- 57 -609
3. તિલકવાડા- 91 -784
4. નાંદોદ- 101 -765
5. સાગબારા- 71 -623
કુલ વરસાદ 428 મીમી ( સરેરાશ 86 મીમી )
કુલ સરેરાશ વરસાદ 3546 મીમી (સરેરાશ 709 મીમી )
નર્મદાના ડેમોની સપાટી
ક્રમ -ડેમ – ડેમ નીઆજની સપાટી (મીટર)
1. નર્મદા ડેમ 122. 95
2. કરજણ ડેમ 107.49
3. નાના કાકડીઆંબા ડેમ 182.60
4. ચોપડા વાવ ડેમ 181. 20
5. નર્મદાનદીનું ગરુડેશ્વર પાસે નું ગેજ લેવલ -14.86

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •