રાજપીપલા ખાતે વન સ્ટોપ સેન્ટર સખી યોજનાના ઉદ્દઘાટન સાથે નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણીનો થયેલો પ્રારંભ – રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

સમાચાર આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

રાજપીપલાની વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓએ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ ૧૮૧ અભ્યમ અને નિર્ભયા સ્કોડની મેળવેલી જાણકારી.
હિંસાથી પીડિત મહિલાએ હવે વન સ્ટોપ સેન્ટર સખી યોજના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ એક છત નીચે મળી રહેશે જિલ્લા -પોલીસ વડા હિમકરસિંહ

નર્મદામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા નો પ્રારંભ થયો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં જુની મામલતદાર કચેરી નજીક મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક છત નીચે મળી રહે તે માટે વન સ્ટોપ સેન્ટર સખી યોજનાનો પ્રારંભ કરાયો છે.
રાજપીપલાના નગરપાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, સિવીલ સર્જન જ્યોતિ ગુપ્તા, નાંદોદ મામલતદાર ઇનરેકા સંસ્થાના વિનોદભાઇ કૌશિક, મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીના મન્સુરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ, આંગણવાડી કાર્યકર બહેનો, નર્સીગ કોલેજની બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં આજે વન સ્ટોપ સેન્ટર સખી યોજનાને દિપ પ્રાગટય ધ્વારા ખૂલ્લી મૂકીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકશ હિમકર સિંહએ જણાવ્યું હતું કે, વન સ્ટોપ સેન્ટર સખી યોજના જે હિંસાથી પીડિત છે તેમને એક છત નીચે તમામ પ્રકારની સુવિધા મળી રહે તેના માટે સરકારશ્રી દ્વારા આ યોજના અમલમાં મૂકાઇ છે. આ યોજનામાં સૈા પ્રથમ હિંસાથી પીડિત બહેનને સાંભળવામાં આવશે અને કાઉન્સેલર મારફતે જો શક્ય હોય તો તેમના પતિને સમજાવવામાં આવશે, તેમ છતાં ન માને તો તુરંત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, હિંસાથી પીડિત બહેનને આરોગ્યની સારવાર સમયસર મળી રહે, પોલીસ સ્ટાફ દ્વારા તેને યોગ્ય માર્ગદર્શન અને જરૂર પડશે તો તાત્કાલિક એફ.આઇ.આર પણ તુરંત દાખલ કરવામાં મદદ કરશે તેમજ જિલ્લા સત્તા કાનુની મંડળ દ્વારા પણ જરૂર પડ્યે પગલા ભરવામાં આવશે. જિલ્લામાં તેમજ હિંસાથી પીડિત બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી.
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની કરાયેલી ઉજવણી અંતર્ગત રાજપીપલાના વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓને ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઇ હતી અને ૧૦૮ અભ્યમ તેમજ નિર્ભયા સ્કોડ વગેરેની કામગીરીની પણ વિસ્તૃત સમજ અપાઇ હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •