” What Went Wrong ? ” Must read… ” ગડબડ ક્યાં થઈ ?? ” sent by Dr Mukesh Bavishi)

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

એક બહુ જ હોશિયાર છોકરો હતો… હમેશા ફર્સ્ટ જ આવતો…
આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકશન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું…
IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટમાં આરામની જિંદગી જીવવા લાગ્યો…
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી…
What Went Wrong ? ગડબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે અત્યારની પરિસ્થિતીમાં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ કેસને અને સ્યૂસાઇડ નોટને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા…
અમેરિકાની આર્થિક મંદીના લીધે એની નોકરી ગઈ… પછી બીજી નોકરી મળી જ નહીં… પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાનના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ…
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરીને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમયમાં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે “This man was programmed for success but he was not trained
how to handle failure.” મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતાનો સામનો કેમ કરવો એ નો’તુ શિખડાવ્યું !!!
એના મા-બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયાના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમમાં બેસાડીને ભણ-ભણ જ કહ્યે રાખ્યું…
મિત્રો, બાળકોને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયામાં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો…
દરેક પરિસ્થિતિનો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને સહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •