સીસીડીના માલિક વી.જી.સિદ્ધાર્થ હોય કે રાજ ટ્રાવેલ્સના લલિત શેઠઃ અતિ મહત્વાકાંક્ષા જોખમી હોય છે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજે સવારે સીસીડીના માલિક વી.જી સિદ્ધાર્થનો મૃતદેહ નેત્રાવતી નદીમાંથી મળી આવ્યો છે. તેમના પર 8183 કરોડનું દેવું હતું. ગુજરાતીઓને દેશ-વિદેશમાં પ્રવાસ કરાવનારા લલિત શેઠે પણ આ રીતે જ આત્મહત્યા કરી હતી. બન્નેએ પુલ પાસે ડ્રાયવરને કહ્યું કે તું જા હું સામા છેડે આવું છું. લલિત શેઠે મુંબઈના દરિયામાં નવા બનેલા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો, સિદ્ધાર્થજીએ નદીમાં પડતું મૂક્યું.

વી.જી.સિદ્ધાર્થ અત્યંત સફળ વેપારી હતા. એક સામાન્ય ચાની લારીના આધારે લોકો મસ્ત જીવન જીવતા હોય છે તો આમને તો આખા વિશ્વમાં હજારો આઉટલેટ્સ હતાં.
જામેલો ધંધો હતો, પણ સંતોષ નહોતો. અતિ મહત્વાકાંક્ષાએ તેમને દેવામાં દાટી દીધા હતા.

લલિતભાઈનું પણ લગભગ આવું જ થયું હતું. રાજ ટ્રાવેલ્સ ધીખતી હતી. તેમણે દામણિયા એર લાઈન્સ કરી, સેંકડો બસો ખરીદીને ટ્રાવેલ્સનો ધંધો શરૃ કર્યો. બન્નેમાં ઊંધા માથે પછડાયા.

આજકાલ બધાને રાતોરાત કરોડોપતિ અને અબજોપતિ થઈ જવું છે.
એ માટે તમામ શોર્ટ કટ પણ અપનાવવામાં વાંધો નથી હોતો.
ભલે સીસીડીમાં લખેલું હોય કે કોફી પીતાં પીતાં બધું જ થઈ શકે, પણ બધું કંઈ રાતોરાત નથી થતું.

ટાટા જુઓ, બિરલા જુઓ.. પેઢીઓની પેઢીઓ ખૂંપી જાય, ખપી જાય ત્યારે પરિણામ આવે છે.

બિગ થીંક બરાબર છે, પણ માપમાં રહેવું પણ એટલું જ જરૃરી છે.
બેસૂમાર ધંધો જમાવવા માટે સખત તનાવ સહન કરવો પડે. હાઈ બીપી સહન કરવું પડે, શરીર વારંવાર ખોટવાઈ જાય તેવું બનતું હોય.. તો તરત બ્રેક મારી દેવી જોઈએ.

વી.જી.સિદ્ધાર્થજીના આત્માને ભગવાન શાંતિ આપે અને આપણા બધાને સદબુદ્ધિ આપે કે આપણે માપમાં રહીએ.
હું તો વારંવાર કહું છું કે માપસર (માપમાં રહેવું) એ એકવીસમી સદીના માણસનો ધ્યાનમંત્ર બનવો જોઈએ.

*પોઝિટિવ મિડિયા*સોર્સ. વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •