ચંદીગઢ ખાતે અર્ધલશ્કરી દળ માં ફરજ બજાવતાનર્મદાના મોટા સુકાઆંબાના જવાનનુ ચંદીગઢ ખાતે અકસ્માતમાં મોત થતા કરૂણાંતિકા – રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

સમાચાર ઓટોમોબાઇલ ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ

જવાન નિલેશ વસાવા નશ્વરદેહને તેમના વતન સૂકાઆંબા ગામે
લવાયો

રાષ્ટ્રિય સન્માન સાથે જવાનની અંતિમ વિધિ કરાઈ

રાજપીપળા તા 31

દેડીયાપાડા તાલુકાના મોટા સુકા આંબા ગામના જવાન નિલેશભાઈ છગનભાઈ વસાવવાનું ચંદીગઢ ખાતે આઈટીબીપી પેરામિલેટ્રી અર્ધલશ્કરી દળ માં ફરજ બજાવતા હતાત્યારે અકસ્માતમાં તેમનું મોત નિપજતા ગામમાંઘેરા શોકનુ મોજુ ફરી વલ્યુ હતુ .
મોટા સુકાઆંબા ગામના નિલેશભાઈ છગનભાઈ વસાવા (ઉં.વ.31 )ધોરણ 12 પાસ કરીને તા.6-8-2007માં આઇટીબીપી કંપનીમાં ટ્રેનિંગમા તા.9-7-08 સુધી તાલીમ લીધી હતી. પ્રથમ દિલ્હીમાં નોકરી કરી હતી, ત્યાર બાદ જમ્મુમાં નોકરી કરી હતી. અત્યારે તેઓ ચંદીગઢ ખાતે તેઓ ફરજ બજાવતા હતા. ચંદીગઢમાં નોકરી દરમિયાન પોતાના સ્કૂટર પર બેસી ચંદીગઢ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે રસ્તામાં તેમના સ્કૂટરને ટક્કર મારીદીધી હતી. નિલેશભાઈ વસાવાની ચંદીગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઇજા ના કારણે 40 દિવસ ચંદીગઢ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું ચંદીગઢ હોસ્પિટલ ખાતે તા.28-7- 2018 ને રવિવારના રોજ તેમનુ અવસાન થયું હતું.
ચંદીગઢ ખાતે તેમની સલામી આપી સન્માન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે પણ તેમને સલામી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમના પાર્થિવદેહને તેમના વતન સુકાઆંબા ગામે લાવવામાં આવ્યા હતા . સુકાઆંબા ગામે 10 વાગે સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામા આવી હતી .
જવાન નિલેશભાઈ છગનભાઈ વસાવા તેમની પત્ની સીતાબેન એક વહાલસોયો પુત્ર આદિત્યકુમાર વસાવા ઉં.વ
આઠ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પિતા છગનભાઈ વસાવા અને માતા મૂરથાબેન વસાવાને વિલાપ કરતામુકી જતા નર્મદા મા ઘેરા શોક ની લાગણી છવાઇ હતી .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •