*વગર પાણી બધું ધૂળધાણી – નિલેશ ધોળકિયા.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

સંલગ્ન પોસ્ટમાં મુકેલા ફોટો સર્વશ્રેષ્ઠ ફોટો હશે.
પાણી અર્થાત્ વરસાદની કિંમત ખેડુતને હોય તેટલી સમજ શહેરીજનોને કદાચ ન પડે.

ગત વર્ષના દુષ્કાળ પછી આ વર્ષે પણ વરસાદે લાંબુ ખેંચ્યું અને જગતનો તાત વિમાસણમાં પડી ગયો કે શું થશે ? જીવદયા પ્રેમી સહિત માલઢોરનું જતન કરતા અબોલ પશુઓને શું ખવડાવશે ?

કુદરતની કૃપાથી હાલમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, ઉત્તર ગુજરાતના રણ સમા વાવ વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો.

સર્વે સમાજ આનંદમાં આવી ગયો. ખેડુત તો ધરતીમાતા અને વરસાદના અમૃત સરીખા જળને નમન કરીને પ્રભુનો આભાર પ્રગટ કરી રહ્યો છે.

પ્રસ્તુત છબી ઘણું જ કહી જાય છે : આપણે જળની મહત્વતા સમજી જળસંચય વિશે કશુંક રચનાત્મક કરીએ તેવી વિનંતી.

જડતા ટાળી પ્રાણ રક્ષક પાણીનો વેડફાટ અટકાવીએ તથા “ઘી”ની જેમ અને વાણી સાથે પાણી માટે પણ વ્યવહારુ બનીએ તો આપણે જ આપણાં પર જ ઉપકૃત થઈશું.

– નિલેશ ધોળકિયા👍🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •