હું આ જીંદગીનો શ્રેષ્ઠ લાભ લઈશ. ખોટા ટેન્શન ના લો…ખુશ રહો, સ્મઇલિંગ રાખો.- હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

૨૦ રૂપિયા માં કપ કોફી અને ૧૦ રૂપિયા માં કટિંગ ચા વેચવા વાળો પોલીસ,કોર્પોરેશન ને હપ્તા આપી ને માણસો ના પગાર + ઘર ખર્ચ કાઢી ને પણ ગામડે જમીન લ્યે છે અને મોજ થી જીવન જીવે છે અને ૨૫૦ રૂપિયા ની કપ કોફી વેચવા વાળો ૭૦૦ કરોડ ના દેવા સાથે આપઘાત કરે છે 😢😢 … છે ને અજીબ વાત ???
પણ આવું કેમ થયું ???
એક કહેવત છે કે ” પછેડી હોય એટલી જ સોડ તણાય ” પણ આજ ના સમય માં હું તો એવું કહીશ કે ” પછેડી હોય ને એનાથી અડધી જ સોડ તણાય ” તો જ તમે જીવી શકો બાકી આ જ પરિણામ આવે એ પાકું…
ટેન્શન એટલું જ લેવાય કે કામ થઈ જાય.. એટલું નહીં કે કામ તમામ થઈ જાય…
પણ આજે લોકો ને જલ્દી આસમાન ટચ કરવું છે અને બીજા કરતાં ઊચું દેખાવું છે અને પછી ગમે તે ભોગે એ કાલ્પનિક સપના સાકાર કરવા આંખ બંધ કરી ને દોડવા લાગે છે અને પોતાની તથા પોતાની સાથે જોડાયેલા બધા ની લાઈફ ને બરબાદી ના રસ્તે લઈ જાય છે…
આ બધી તકલીફ નું મૂળ આપણું માકડું મન જ છે…
મનોચિકિત્સકો દ્વારા હાથ ધરવામાં આવેલા કેલિફોર્નિયામાં થયેલા એક સંશોધનથી સાબિત થયું કે આપણું ધ્યાન 😌 જ્યાં જાય છે ત્યાં ઉર્જા વહે છે. ⚡💫
આપણા બ્રહ્માંડમાં દરેક વસ્તુ ઊર્જા છે…⚡💫
જ્યારે તમે કહો છો, “હું યુદ્ધ ઇચ્છતો નથી.” ત્યારે તમે તમારું ધ્યાન યુદ્ધ તરફ દોરી રહ્યા છો અને તમે જ્યાં ધ્યાન આપશો ત્યાં તમારી ઊર્જા ત્યાં વહેશે…🤔
આકર્ષણ નો નિયમ સાથે તમારી ઊર્જા સાથે મેળ ખાય છે અને તેને તમારી *ત્રણ પરિમાણીય વાસ્તવિકતા (3D reality) માં લાવશે…🤔😇
તેથી, “હું યુદ્ધ ઇચ્છતો નથી” એમ કહેવાને બદલે, તમારે “શાંતિ જોઈએ છે.” કહેવું જોઈએ…🙏
પછી તમારું ધ્યાન શાંતિ પર છે, તેથી તમે તમારી શક્તિને શાંતિ તરફ દોરી રહ્યા છો અને આકર્ષણ નો નિયમ શાંતિ સાથે અને તમારી શક્તિ સાથે મેળ ખાય છે… અને તમારું જીવન શાંતિપૂર્ણ રહેશે…😊
આ બ્રહ્માંડ વાઇબ્રેશન્સ Wavelenght પર કામ કરે છે. તેથી તમારા મન ના નિવેદનો બદલો અને આકર્ષક ના નિયમ ને વ્યવસ્થિત સમજી ને અમલમાં મુકો…
“મારે નિષ્ફળ થવું નથી”, એમ કહેવા ને બદલે એમ કહેવું યોગ્ય છે કે “મારે જીતવું છે!”
“હું બીમાર થવા માંગતો નથી,” કહેવાને બદલે “મારે તંદુરસ્ત થવું છે” એમ કહેવું જોઈએ કે વિચારવું જોઈએ.
આ રીતે સકારાત્મક વિચાર એ આપણી સફળતા માટે નું મુખ્ય પરીબળ છે.
બ્રહ્માંડ માં જે રીતે ગુરૂત્વાકર્ષણ નો નિયમ કાર્યરત છે તે રીતે આકર્ષક નો નિયમ પણ સક્રિય રીતે કાર્યરત છે..
આપણા વિચારો ખૂબ શક્તિશાળી છે કારણ કે ઊર્જા વિચારો દ્વારા ફેલાય છે.
જો તમે જે ન ઇચ્છતા હો તે વિશે તમે વિચારો અને બોલો તો…તમે જે જોઈતુ નથી તેને આકર્ષશો…!!!
પરંતુ જો તમે જે ઇચ્છો તેના વિશે જ વાત કરો છો, તો તમારે જે જોઈએ છે તે જ આકર્ષવા નું શરૂ કરો છો…
તમારા શબ્દકોશ માંથી નકારાત્મક શબ્દો પણ કાઢી નાખો, જેમ કે –
ડિપ્રેસન, ધિક્કાર, નિષ્ફળતા, માંદગી, રોગ, ઈર્ષ્યા, ગેરસમજ, સમસ્યા…વિગેરે…
દરરોજ સકારાત્મક વાક્યો ને અનુસરતા પણ મનમાં ગપસપ કરો.
જેવા કે…✍🏽
હું ખુશ છું
હું તંદુરસ્ત છું
હું શ્રીમંત છું
હું લાયક છું
હું પ્રામાણિક છું
હું સખત મહેનત કરી રહ્યો છું
હું આ જીંદગીનો શ્રેષ્ઠ લાભ લઈશ.
ખોટા ટેન્શન ના લો…ખુશ રહો, સ્મઇલિંગ રાખો.😊😊- હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •