ક્યારેય ન ભૂલાય તેવા 21 કલાક (સત્ય ઘટના) ~ આસિફ લાલીવાલા

કલા સાહિત્ય લાઇફ સ્ટાઇલ સમાચાર

૨૦૧૧ નું વર્ષ, જાન્યુઆરી માસ ની 23 તારીખ, રવિશંકર રાવલ કલાભવન નો પ્રથમ માળ, વિભાગ બી-1 અને વિભાગ બી – 2 માં  યોજાયેલ જુદા જુદા બે પેંઇટિંગ પ્રદર્શન (ઉદઘાટક શ્રી સુરેશ શેઠ), બે આર્ટિસ્ટ, એક રઝીન લાલીવાલા અને બીજા સ્નેહા શાહ.

 

રઝીન લાલીવાલા ના ચિત્ર પ્રદર્શન નું શીર્ષક હતું “TOPSY TURVY WORLD OF RAZIN” . રઝીન ના તમામ પેંટિંગ (બે પેંટિંગ સિવાય) એબ્સ્ટ્રેક્ટ” હતા જે બ્રશ ને બદલે પોતાની આંગળીઓ દ્વારા સર્જાયા હતા અને સ્નેહા શાહ ના ચિત્ર પ્રદર્શન નું શીર્ષક હતું “ SOUL TOUCH”. સ્નેહા શાહ ના ચિત્રો માં બ્રહ્માંડ, સ્તૂપ, બુદ્ધ ની શ્રેણી, ગણેશ ની શ્રેણી, ઈશ્વર ના જુદા જુદા સ્વરૂપ, મંદિર વગેરે વિષયો ને લગતા ચિત્રો નો સમાવેશ થતો હતો.

 

દિવ્ય ભાસ્કર અખબાર ના એક્ટિવિટી કૉલમ ના લેખિકા સુશ્રી સુધા ભટ્ટ દ્વારા ઉપરોક્ત પ્રદર્શન  ની મુલાકાત લીધા પછી તા. ૨૯.૦૧.૨૦૧૧ ના દિવ્ય ભાસ્કર માં તેમણે “ખોવાઈ જાઓ રંગો ની દુનિયા માં” શીર્ષક હેઠળ  રજિન લાલીવાલા ના એબ્સ્ટ્રેક્ટ” ચિત્રો વિષે પોતાનો અભિપ્રાય લખતા જણાવ્યુ કે “ સી.એન.ફાઇન આર્ટ્સ અને કોમર્સ ના સ્નાતક ના વિદ્યાર્થિની એમ બે ઘોડા પર એક સાથે સવાર થઈ રજિન લાલીવાલા એ મેદાન માર્યું છે. સામાન્ય રીતે કલાકાર ની કલ્પના પીંછી સાથે જ આવે પણ અંહી રજીને પોતાની આંગળીઓ ને પીંછી બનાવી ને કેનવાસ પર રમવા ઉતારી છે. પોતાના પ્રથમ સોલો શો માં રજિન એબ્સ્ટ્રેક્ટ” ચિત્રો માં પોતાના હદય અને વિચારો નું પ્રતિબિંબ જીલી ને આવ્યા છે. “Know thyself” એટ્લે કે “પોતાની જાત ને ઓળખ” આવો વિચાર એક ઊભરતા યુવા કલાકાર ને આવે તે જ એક આશ્ચર્યકારક ઘટના છે જે વાસ્તવ માં ઘટી છે…….”

 

 સુશ્રી સુધા ભટ્ટ સ્નેહા શાહ ના ચિત્રો વિષે પોતાનો અભિપ્રાય લખતા જણાવ્યુ કે “સ્નેહા એ ચિત્રો ને રંગો થી સ્નેહ કર્યો છે. Spirituality માં વિશ્વાસ ધરાવનાર સ્વયમ જિંદગીને જીતવાની હોડ માં સફળ થયા છે. નિરાશા ની ક્ષણોને સ્નેહા એ રંગોથી ભરી દઈ જીવન ને બાગબાગ બનાવ્યું છે. હકારાત્મક વલણ ને અપનાવી સ્નેહા એ પોતાની સહી સાથે ++ ની નિશાની મૂકી પોતાના મજબૂત મનોબળ નો પરચો આપ્યો છે. બુદ્ધ ની શ્રેણી દ્વારા સ્નેહા એ કરુણા, શાંતિ અને ભિન્ન ભિન્ન ભાવો ને ચિત્રદેહ આપ્યો છે. સ્તૂપ, મંદિર ઈત્યાદી હેરિટેજ ને સ્નેહા એ વહાલ કર્યું છે…………”

 

બંને આર્ટિસ્ટ પ્રથમ વખત જ આ પ્રદર્શન માં એકબીજા ને મળ્યા અને ત્રણ દિવસ (જાન્યુઆરી ૨૩ થી જાન્યુઆરી ૨૫ ) ના પ્રદર્શન દરમિયાન બંને આર્ટિસ્ટ્સ અને તેમના  કુટુંબીજનો એકબીજા ની સાથે ખૂબ હળીમળી ગયા. અને એક દિવસ સ્નેહા ના પિતા એ મને એટ્લે કે આ લેખ લખનાર ને એક આઘાતજનક હકીકત જણાવી કે “મારી સ્નેહા ને છેલ્લા સ્ટેજ નું કેન્સર છે અને તેનો જીવનદીપ ગમે ત્યારે બુજાઈ જશે. આ વાસ્તવિકતા ની જાણ સ્નેહા ને છે અને હસતાં મોઢે તેણે તેનો સ્વીકાર કર્યો છે. પોતાની તરફ આગળ વધતાં મૃત્યુ ના સંકજા ની જાણ હોવા છતાં તે પોતાના હકારાત્મક વિચારો દ્વારા અને તેની ચિત્રકળા માં ગળાડૂબ રહી અદભૂત ચિત્રો નું સર્જન કરી રહી છે.”

 

આ હકીકત જાણ્યા પછી મારૂ કુટુંબ સ્તબ્ધ થઈ ગયું અને દરરોજ ની સ્નેહા સાથે ની ઉપસ્થિતિ જે હકારાત્મક વાતો થી ભરેલી જ રહેતી, મૃત્યુ નજીક હોવા છતાં જીવન જીવવાનો તેનો અંદાજ હું, રઝીન અને મારા કુટુંબીજનો હજુ પણ ભૂલી શક્યા નથી. પ્રદર્શન પૂરું થઈ ગયા બાદ અમે અને સ્નેહા ના કુટુંબીજનો છૂટા પડ્યા.  દર પંદર દિવસે રજિન સ્નેહા ને ફોન કરી ને ખબર અંતર પૂછતી રહેતી, આમ ત્રણ મહિના પસાર થયા અને એક દિવસે રઝીન સ્નેહા ને ફોન કરતાં તેણે જણાવ્યુ કે “ રઝીન હું તો જીવું છુ પણ મારી પહેલા મારા પપ્પા જતાં રહ્યા”, ભગવાને કેમ મારી પહેલા મારા પપ્પા ને બોલાવી લીધા”, આ વાત સાંભળી ને અમે બધા ખૂબ દુખી થયા. થોડા સમય બાદ રઝીન સ્નેહા ને ફોન કર્યો તો તેના મમ્મી એ ફોન ઉપાડી ને સ્નેહા ના દુ:ખદ અવસાન ની જાણ કરી. ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પ્રભુ સ્નેહાના અને તેના પિતાશ્રી ના આત્મા ને શાંતિ આપે એવી અમારા કુટુંબ ની અભ્યર્થના.

 

સ્નેહા એ પોતાના ચિત્ર પ્રદર્શન નું શીર્ષક રાખ્યું હતું “ SOUL TOUCH” (આત્મા નો સ્પર્શ). સ્નેહા ના એક ચિત્ર માં નિસરણી, દરવાજો, દરવાજા ની ઉપર ઘંટ, દરવાજા પાસે બેઠેલા બે સંત …. જાણે સ્નેહા કહેતી ના હોય : હું આવી રહી….. છુ પ્રભુ ઘંટ વગાડીને…….. મારૂ સ્વાગત કરવા તૈયાર રહેજો હે મારા તારણહાર…. મને તારી નહીં પણ ક્સમયે મારી ને તારી પાસે બોલાવી લીધી ……..

આમ, એક પ્રવિત્ર આત્મા અકાળે પરમાત્મા પાસે પહોંચી ગયો પરંતુ જતાં પહેલા એક અદભૂત છાપ છોડી ગયો.

 

I cant forget Sneha as she was superb girl taught me a style of living  of life, when life is full of unhappy moments and miserable. I never forget those three days rather 21 hours (12.00 to 7.00 x 03 days) which we had live with that girl who had witnessing death coming slowly towards her….

 

  • આસિફ લાલીવાલા
TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •