કારગિલ ….એક શોર્ય ગાથા ….બીના પટેલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજે આવો આપણે ભારતીય સેના ના અવિસ્મરણીય વિજય ને સલામી આપી ને બિરદાવીએ …પાકિસ્તાની સૈનિકો એ કૂટનીતિ નો આશરો લઈને 8મી મે એ ભારત ની LOC ની નજીક આવેલી કારગિલ ની પહાડી ઓ પર કબ્જો કરી લીધો .ભારતીય સેનાએ એ ખુબ જ વિકટ પરિસ્થિતિ હોવા છતાંયે દ્રઢ મનોબળ થી પાકિસ્તાની સેનાને હંફાવી અને ખદેડી નાખી .આ યુદ્ધ માં ભારત ના આશરે 600 જેટલા સૈનિકો શહીદી ને પામ્યા જયારે પાકિસ્તાન ના 3000 જેટલા સૈનીકો મુત્યુ પામ્યા . લાહોર સમજોતા બસ સેવા શરુ કરિયા બાદ પાકિસ્તાને લીધેલું આ પગલું પીઠ પાછળ છરો ભોંકવા સમાન હતું .કારગિલ યુદ્ધ મે 99 થી જુલાઈ 99 સુધી ચાલ્યું .ભારતીય સેનાએ પોતાની વીરતા નો પરિચય કરાવી 26 જુલાઈ એ કારગિલ ની પહાડીઓ ઉપર ફરી થી ભારત નો તિરંગો લહેરાવી દીધો …..
આજે કારગિલ વિજય દિવસ ને 19 વર્ષ પુરા થયા ….આજના દિવસે આવો આ યાદગાર દિવસે શાહિદ થયેલા જવાનો ને દિલ થી શબ્દાંજલિ આપીયે…..અને નત મસ્તકે શ્રદ્ધાંજલિ આપીયે ….જય હિંદ …

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •