શા માટે એક મુસ્લિમ પી.આઈ. દ્વારા કરાવાઈ સત્યનારાયણની પૂજા – સંજીવ રાજપૂત

સમાચાર આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

*અમદાવાદ* કેમ શહેરના એક મુસ્લિમ PIએ કરી સત્યનારાયણની કથા..? ક્લિક કરી વાંચો અને જુઓ…

GNA અમદાવાદ: અમદાવાદના કારંજ પો. સ્ટેશન ખાતે વિસ્તારમાં કૌમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે ઉમદા હેતુથી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફ એમ નાયબ દ્વારા સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી. પોતે એક મુસ્લિમ હોવા છતાં હિન્દૂ સંસ્કૃતિનું પૂર્ણ સન્માન જાળવતા પરિવાર સહિત કથા વેશમાં તેઓ સત્યનારાયણ ની પૂજામાં બેઠા હતા અને આ કથાને વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરી હતી. વિસ્તારમાં સુલેહ, શાંતિ અને કૌમી એકતા સાથે લોકોમાં ભાઈચારો બન્યો રહે તેમજ પોલીસને પણ લોકો આ જ ભાવના સાથે તેમના કાર્યમાં સહકાર આપે તેવા ઉમદા હેતુ સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખરેખર સરાહનીય અને ગર્વ આપતું ઉદાહરણ છે. મઝહબ નહિ સિખાતા આપસ મેં બેર રખના.. હિન્દી હૈ હમ વતન હૈ.. યહ ગુલસીતાં હમારા.. પોલીસ પ્રત્યે તીખું વલણ ધરાવતા વિચારધારકો માટે આ એક લપડાક છે જે લોકો એક બીજાને ધર્મના નામે તોડવાનો પ્રયાસ કરતા હોય છે તેઓ આ જોઈ શીખી શકે છે કે હમ હમ હૈ તો ક્યાં હમ હૈ તુમ તુમ હો તો ક્યાં તુમ હો. આ કથા દરમ્યાન કારંજ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી, એસપી જેવા ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટેશનનો આશરે 100 થી વધુ પોલીસ સ્ટાફ પણ સાથે જોડ્યો હતો. તીખી નજરે પોલીસને જોનારા લોકો જાગે કેમ કે હજુ પણ એકતા અને અખંડતા નથી મરી પરવારી.ગુજરાત પોલીસમાં આવા તમામ અધિકારીઓની ઉપસ્થિતિ દ્વારા જ ગુજરાત પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિ સાથે હંમેશા અગ્રેસર છે અને રહેશે જેના માટે શહેરના એક એક નાગરિકને ગર્વ છે. આવા ઉમદા વિચારો સાથે કાર્યને ઓપ આપવા બદલ પીઆઇ નાયબ ને સલામ…જયહિંદ2

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •