અમદાવાદ ખાતે _World Friendship Day_ ની ખરી ઉજવણી “જીવન રક્ષક” *રક્તદાન યજ્ઞ* પ્રિયજનો સાથે ઉજવાશે.નિલેશ ધોળકિયા.

સમાચાર કલા સાહિત્ય ગુજરાત લાઇફ સ્ટાઇલ

🔔 *ફક્તદાન વક્તદાન રક્તદાન !*

સમાજોપયોગી કાર્યોમાં ફાળો આપવાનું સૌનું સપનું હોય છે. દરેક પોતાની સગવડ, સમજ મુજબ અન્યોને સહાયભૂત થાય છે.

ધન=દ્રવ્ય, ભોજન કે અન્ય વસ્તુઓ આપણે પેદા કરીને, મેળવીને દાન કરી શકતા હોઈએ છીએ જ્યારે _સમય અને લોહી_ જ માત્ર કુદરતની દેણ હોવાથી તે જરૂરતમંદ માટે ફાળવી સ્વયંને નસીબદાર સમજવા !

રવિવાર, તા. ૪ ઓગષ્ટે સવારના ૯ થી બપોરના ૧૨ સુધી શ્રી ઠાકોરભાઈ દેસાઈ હૉલ : લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે _World Friendship Day_ ની ખરી ઉજવણી “જીવન રક્ષક” *રક્તદાન યજ્ઞ* પ્રિયજનો સાથે ઉજવીને ધન્ય ઘડીને યાદગાર સંભારણું બનાવશો.

સમાજના વિવિધ વ્યવસાયોમાં માહેર છતાં ઘણી સદ્સેવામાં પ્રવૃત્ત અને ગુજરાત, મહારાષ્ટ્ર, વિદેશ સ્થિત સભ્યોના WhatsApp Group *ફ્રેન્ડઝ પ્રજા ગૃપ* દ્વારા થેલેસીમિયાથી પીડાતા દર્દી નારાયણની શુશ્રુષા ખાતર યોજાનારા Blood Donation Campમાં સહભાગી રક્તદાતાઓને વિવિધ પ્રકારે સન્માનવામાં આવશે !

આપશ્રી પણ આ *રક્તદાન/વકતદાન* ના ઉમદા કાર્યમાં યોગ્ય તે _રક્ત કે વકતનો સાથ સહકાર_ આપશો અને અન્યોને પણ આ મહામૂલા કાર્યક્રમમાં જોડાવા પ્રેરિત કરશો તેવો નમ્ર અનુરોધ છે. આ પ્રસંગે ગીત, સંગીત ને આશ્ચર્યજનક આનંદપૂર્ણ પારિવારિક કાર્યક્રમો આપવાની ખેવના પણ _ફ્રેન્ડઝ પ્રજા ગૃપ_ ધરાવે છે !

માણસાઈના ધર્મને ઊજાળશો તેવી અપેક્ષા સહ આગોતરો આભાર ! વધુ માહિતી માટે આપ પ્રજા – 94260 84014
આલાપ શાહ – 98240 98240 નો સંપર્ક કરી આ ભગીરથ યાત્રામાં નિમિત્ત બનજો !! ધન્યવાદ !!!

– નિલેશ ધોળકિયા👍🌹🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •