પાણી અને મોંઢાની લાળ દ્વારા ઘટાડો વજન.

સમાચાર આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત

સલાઈવા – એટલે કે લાળ – મુખરસ – શું તમને ક્યારેય કલ્પના કરી છે ખરી કે તે કેટલી કીંમતી છે?
તમારે તમારા પાણી પીવાની માત્ર આ એક આદત સુધારવાની છે અને જોતજોતામાં તમારું આખું શરીર બદલાઈ જશે. આપણામાંના ઘણાને ચોવીસે કલાક આપણા મોઢામાંથી છૂટ્ટી પડતી આ કીમતી લાળના ફાયદાઓ વિષે જાણ નહીં હોય. પણ આયુર્વેદના એક ગ્રંથ અષ્ટાંગ હૃદયસંહિતા જેને મહાન ઋષી વાગભટ દ્વારા લખવામાં આવી છે. તેમાં તેના ફાયદાઓ વિષે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
આપણે પાણી પીવાની માત્ર આપણી રીત બદલીને વજન તો ઘટાડી જ શકીએ છીએ પણ તેની સાથે સાથે આપણા જે પેટને લગતા રોગો છે તેમાં પણ ધરખમ ઘટાડો લાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ પાણી યોગ્ય રીતે પીવાની રીત વિષે.

*પાણીને ઘૂટડે ઘૂટડે ધીમે ધીમે પીવો*
આપણા પેટની તાસીર એસીડીક હોય છે કારણ કે તેમાં હાઇડ્રોક્લોરીક એસિડ હોય છે જે આપણને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આપણા મોઢાની લાળમાં ક્ષાર રહેલો હોય છે અને તેનું કામ પેટમાંના એસીડને સંતુલીત કરવાનો છે. જ્યારે આપણે ઘટઘટાવીને ઝડપથી પાણી પી જઈએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ તે પાણી સાથે વ્યવસ્થીત રીતે મિક્સ નથી થઈ શકતી. તે કારણસર પેટમાંનો એસીડ તેમનો તેમ જ રહે. તેના કારણે એસીડીટી, અપચો, ગેસ અને પેટ ફુલી જવાની સમસ્યા સર્જાય છે અને છેવટે તેના કારણે વજનમાં વધારો થાય છે અને કોલેસ્ટેરોલ લેવલ પણ વધે છે કારણ કે ખોરાકમાંના પોષકતત્ત્વોનું શોષણ પેટ વ્યવસ્થીત રીતે કરી શકતું નથી અને વણજોઈતું તત્ત્વ શરીરની બહાર મળ દ્વારા જતું રહે છે. ટુંકમાં ખોટી રીતે પાણી પીવાથી આપણે આપણા પાચન તંત્રની કુદરતી પ્રક્રિયાને ખલેલ પહોંચાડીએ છીએ.
*આ ટેવ બદલો*
જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે એક જ ધડાકે આપણે આખો ગ્લાસ પાણી પી જતા હોય છે તેની જગ્યાએ જો ધીમે ધીમે ઘૂટડે ઘૂટડે પાણી પીવામાં આવે તો મોઢામાંની લાળ તે પાણી સાથે ભળશે અને તેના કારણે તે પાણીમાં આલ્કલાઈન એટલે કે ક્ષારીય પાણી પેટમાં પહોંચશે – જે સ્વભાવે એસિડિક હોય છે તે પેટમાં તટસ્થ હવામાન ઉભું કરશે જે આપણા પેટ માટે ઉત્તમ છે કારણ કે તે સમગ્ર પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.

*કુદરત એક ઉત્તમ શીક્ષક*
તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પંખીઓ તેમજ પ્રાણીઓ પાણી કેવી રીતે પીવે છે ? જો ક્યારેય આવું નીરીક્ષણ ન કર્યું હોય તો હવે કરજો. ત્યારે તમને જોવા મળશે કે તેઓ એક વારમાં એક જ ઘૂટલો પાણી પીવે છે. આ રીતે દરેક વખતે તેમની જીભ ભીની થાય છે અને મોઢાની લાળ તે પાણીમાં મિક્સ થાય છે. કુદરત આપણે વિચારીએ છીએ તેના કરતાં પણ ક્યાંય વધારે સ્માર્ટ છે.

*તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે*
19મી સદીમાં, સંશોધકોને કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું હતું કે મોઢાની લાળમાં પાચન માટેની શક્તિ છે. 20મી સદીના અભ્યાસો પણ એવા પુરાવા દર્શાવે છે કે મોઢાની લાળની ડાયેટરી ઇફેક્ટ છે, અને હાલના તાજા સંશોધનો તો મોઢાની લાળમાં મેડિકલ પ્રોપર્ટી રહેલી છે તે પણ પાક્કું કરે છે. કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે મોઢાની લાળની સામાન્ય તપાસ દ્વારા ડાયાબીટીસ તેમજ કેન્સરના શરૂઆતના સ્ટેજ વિષે પણ નિદાન થઈ શકે તેમ છે, અને એ ઉપરાંત પણ ઘણા બધા રોગોને છતા કરી શકે તેમ છે કારણ કે તેમાં કેટલાક રોગોને છતાં કરતા મોલેક્યુલ્સ આવેલા હોય છે જે આપણા લોહીમાં પણ હોય છે.
તો હવે સમય થઈ ગયો છે કે તમે તમારા મોઢાની લાળને ગંભીરતાથી લો તેને કીંમતી માનો.
*હવે તમને પ્રશ્ન એ થતો હશે કે મારે પાણી કેવી રીતે પીવું ?*
તમે અત્યાર સુધીમાં એટલું તો જાણી જ ગયા હશો કે દીવસ દરમિયાન પુરતુ પાણી પીવું આપણા શરીર માટે કેટલું મહત્ત્વનું છે. કારણ કે તે આપણા શરીરમાં તરલ સંતુલીત રાખે છે અને શરીરના બધા જ ઝેરી તત્ત્વો તેમજ કચરો બહાર કાઢે છે. તમારે હંમેશા રૂમ ટેમ્પ્રેચર એટલે કે નોર્મલ તાપમાનવાળુ પાણી જ પીવું જોઈએ. ક્યારેય ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. કારણ કે તે તમારા પાચનને મંદ કરે છે.

*તમારે આ કરવું જોઈએ*
પહેલા, એક વારમાં માત્ર એક જ ઘૂટડો પાણી પીવો. તમારા મોઢામાં તે પાણીને ફેરવો, હલાવો, કોગળા કરતા હોવ તેમ પણ તેને બહાર નથી કાઢવાનું. આમ કરવાથી તમારા મોઢાની લાળ વ્યવસ્થીત રીતે તે પાણીમાં મિક્સ થશે અને ત્યાર બાદ તે પાણી પી જાઓ. આ પ્રોસેસને તમારે આખો ગ્લાસ પાણી પુરુ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાની છે. અને જ્યારે જ્યારે તમે પાણી પીવો ત્યારે તમારે આ જ રીતે પાણી પીવાનું છે. તમારે એવું નાટક કરવાનું છે જાણે તમે પાણી નહીં પણ ચા, કોફી કે પછી કોઈ જ્યુસ કે કોલ્ડ ડ્રીંક પીતા હોવ. તમને કદાચ આ અઘરુ લાગશે અને તેનાથી પણ વધારે તમને કદાચ આ કંટાળાજનક લાગશે. કારણ કે તમને તેની ટેવ નહીં હોય. તમે હંમેશા એક જ ઝાટકે એક ગ્લાસ પાણી પી જવાની ટેવ ધરાવતા હોવાથી તમારી આ આદત સુધરવામાં વાર લાગશે. પણ તમારે તમારા શરીર માટે આટલું તો કરવું જ જોઈએ.

આવી રીતે પાણી પીવાથી તમારા શરીરમાં માત્ર એક મહીનામાં જ કેટલા બધા ફાયદાઓ જોવા મળશે
– તમારી કમર થોડાંક ઇંચ પાતળી થઈ ગઈ હશે.
– પેટ ફુલવાની સમસ્યા તદ્દન ગાયબ થઈ ગઈ હશે.
– તમારું પાચન સુધરી ગયું હશે
– એસિડીટીનું નામોનિશાન નહીં રહે
– તમારી મળ ત્યાગની પ્રક્રિયા સદંતર સરળ થઈ ગઈ હશે
– તમે પોતાની જાતને હળવી તેમજ ઉર્જામય અનુભવશો
– તમારા શરીરની સાર્વત્રિક ચરબીમાં પણ ઘટાડો જોવા મળશે.
હવે તમને પાણી યોગ્ય રીતે પીવાના ફાયદાઓ વિષે ખબર છે. તો આજથી જ તમે તમારી જાતને આ ટેવ પાડવાનું શરૂ કરી દો. તમને ટુંક જ સમયમાં તેના ફાયદાઓ જોવા મળશે.

*Nectar Life Care*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •