જે વ્યક્તિ ને આમાં ઈશ્વર ના દર્શન નથી થતા એ વ્યક્તિને માણસ કેમ કહી શકાય ??? – હિતેશ રાઈચુરા

કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

eચાલો, આજે કોઇ મોટી મોટી વાત નહી.. બસ ‘નારી’ તારા જીવનના સામાન્ય ઉદ્દેશ ની જ આજે વાત કરીએ..
નારી તુ કેટલી જગ્યા એ વહેંચાયેલી છો ???
તારી શરુઆત થઇ દિકરી થી.. તુ દિકરી તરીકે જન્મી ને મા-બાપનુ મસ્તક આ જગત મા ઊચુ લાવી..
સમય આવે તેં ત્યાથી વિદાય લીધી એક બીજા કુટુંબ ને ઉચુ કરવા..
અહી પણ તુ ખુબ અલગ અલગ જગ્યાએ વહેંચાઇ..
શરુઆત થઇ પત્ની થી..અને તુ બની વહુ અને ભાભી..અને માં…
તેમ છતાં આજે દરેક સ્ત્રી જાણે આવા સવાલો થી ઘેરાયેલી છે કે…
ક્યુ હશે મારુ ઘર🎪 ???
જન્મતા ની સાથે જ હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર…
– ને એ થયુ પિયર નુ ઘર…
કંકુવર્ણે પગલે ચાલી હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર…
– ને એ થયુ સસરા નુ ઘર.
ઉમંગ અને અરમાનોથી બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર.
ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”
– ને એ થયુ પતિનુ ઘર.
હશે !!! કદાચ હવે થશે મારુ ઘર…એમ માની મોટા કર્યા સંતાન.
પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”
– ને એ થયુ પુત્રનુ ઘર.
ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર…ને છતા…….
🎪 ક્યુ હશે મારુ ઘર🎪 ???
સ્ત્રી નું સર્જન ઈશ્વરે કર્યું હશે ત્યારે એના મનમાં શો ઉદ્દેશ્ય હશે ?
મને તો એક જ જવાબ મન માં આવે છે કે ઈશ્વર ની ઈચ્છા હશે કે પોતે સર્જેલી દુનિયામાં પોતે સર્જેલા સજીવો જેવા જ બીજા સજીવો જાતે
સર્જાય…
અને આ સર્જન (સર્જન ઈશ્વર નું કામ કહી શકાય) અને સંસારનું સંચાલન (એ પણ ઈશ્વર નું કામ કહી શકાય) ચાલુ રાખવા માટે એણે સ્ત્રી નું સર્જન કર્યું હશે…
જ્યારે સ્ત્રી સંતાન ને સુવડાવવા માટે હાલરડા ગાતી હોય છે ત્યારે સરસ્વતી નું સ્વરૂપ હોય છે.
જ્યારે ભોજન બનાવતી હોય છે ત્યારે સાક્ષાત અન્નપૂર્ણાનું સ્વરૂપ હોય છે.
જ્યારે મજૂરની ઓછી આવકમાં ઘર ચલાવતી હોય છે ત્યારે અને
એવી હાલતમાં પણ સંતાનો ની ઈચ્છા પૂરી કરતી હોય ત્યારે એ આશાપુરા નું સ્વરૂપ હોય છે.
નાણાકીય રીતે કપરી પરિસ્થિતિ હોય ત્યારે પણ સંતાનોના યોગ્ય શોખનું ધ્યાન રાખતી હોય ત્યારે એ મહા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે.
જ્યારે સંતાનોની તરફેણમાં કોઈ પણ શક્તિશાળી માણસ સાથે લડવા માટે ઉભી થઇ જતી સ્ત્રી મહા કાળી નું સ્વરૂપ છે…
અને સંતાન ને જન્મ આપતી સ્ત્રી પોતે યોગમાયા સ્વરૂપી માતા પાર્વતી નું સ્વરૂપ છે.
સ્ત્રીનું સર્જન માટે સક્ષમ હોવું એ જ એના ઈશ્વરના રૂપ હોવાનું પ્રમાણ છે.
દરેક યુગમાં સ્ત્રી … નર્મદા (આનંદ દાયી), યશોદા (યશ આપનારી), અન્નપૂર્ણા (ભોજન આપનારી), આશાપુરી (આશા પૂરી કરનારી) વગેરે સ્વરૂપમાં હયાત છે જ…
ભોજન બનાવતી, પાણી ભરતી, ઘર ને સુઘડ રાખતી, સંતાન ને ભણાવતી, ખવડાવતી, રમાડતી, સુવડાવતી દરેક સ્ત્રી માં ઈશ્વર ના દર્શન થાય છે.
જે વ્યક્તિ ને આમાં ઈશ્વર ના દર્શન નથી થતા એ વ્યક્તિને માણસ કેમ
કહી શકાય ??? – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •