આજે ગુરુપૂર્ણિમા ના શુભ અવસરે એક અછાંદસ કવિતા તમામ શિક્ષકો ના ચરણોમાં ….કવિયત્રી બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત

નિષ્ફ્ળતા અને નિસાસા ના વાદળો વચ્ચે…
સુરજ બની ને ઉગ્યા તા એ …
વિઘ્નો અને વેદના ના વમળો વચ્ચે …
દીવાદાંડી બની ને ઉભા તા એ …
આલોચના અને ટીકા ના તિર વચ્ચે…
ઢાલ બની ને ઉભા તા એ …
સુધા અને ગરલ ના ઘૂંટડા વચ્ચે …
સાકર બનીને ઓગળ્યા છે એ …
મિત્રો અને સ્નેહીજનો ના વેરઝેર વચ્ચે ….
અતૂટ સેતુ બન્યા છે એ ….
આપ મારી પગદંડી છો પૂર્ણતા ના …
પવિત્ર પ્રવાસની …
આપ મારા આત્મોન્નતિ ના ધ્યેયના ….
સર્વોત્તમ શિખર ….
આપણા ચરણો માં પ્રગટાવું ….
નિર્મળ જ્યોત શુભેચ્છાની…….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply