*આજે અછાંદસ –  મેહુલ ભટ્ટ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

લોકો ને બહુ વાંધો પડે છે,

બહુ ગંભીર વાંધો પડે છે,

ક્યારેક રામના નામ પર,

ક્યારેક ફાટેલા કુરાન પર,

ક્યારેક આરતી પર, તો,

ક્યારેક મસ્જીદની બાંગ પર…

ક્યારેક ગાયના ચામડા પર,

ક્યારેક સુવરના માંસ પર,

કોઇ ફિલ્મ માં કરયેલા અપમાન પર,

કોઇ પુસ્તક માં પીરસાયેલા જ્ઞાન પર…

પણ, એક વાત પર સહેજે વાંધો નથી…

એક સામાન્ય તાવ માં,

હોસ્પીટલ માં લવાયેલો હું…

જેણે હજુ તો દુનિયા જોવાની શરુઆત કરી હતી…

આંખો માં વિસ્મય અકબંધ હતું..

તે,

માં ના ફાટેલા સાડલા ના બીછાના માં,

હોસ્પીટલ ની લોબી માં..

પહેલી વાર ડોકટર જુએ તે પહેલા

ગુજરી ગયો…

બાપા મજુરી એ ગયા હતા,

ખાવાની વ્યવસ્થા માટે..

તે હવે કમાઇ ને લાવશે ,

જે મારા કફન માં કામ આવશે..

આ વાતે વાંધો નથી પડતો..

બસ, મને લોકો સામે તે વાતે જ

વાંધો છે,

કફન તળે થી !!

*– મેહુલ ભટ્ટ (૧૨.૦૯.૧૯)*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply