સ્ત્રી ની એ ચાર દિવસ ની મુંઝવણ.- કવિયત્રી બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સ્ત્રી ના શરીર ની રચના જ એવી રીતે થયેલી છે કે તેને બાળક ના જન્મ આપવા ની જવાબદારી એ સહેલાઇ થી નિભાવી શકે .તેથી સ્ત્રી ના શરીર માં ગર્ભાશય ખુબ અગત્ય નો અને અભિન્ન અંગ બની ને રહ્યું છે .ગર્ભાશય નો વિકાસ થાય એટલે સ્ત્રી પિરિયડ માં આવે .આ સમયે સ્ત્રી ની ઉંમર મોટાભાગે 13 થી 14 વર્ષ ની હોય છે એટલે કે તે તરૂણી હોય છે .આ સમયે તેના મન માં કેટલાય સવાલો ઉઠે છે .આ સવાલો ના જવાબ આપવાની જવાબદારી માતા ઉપર આવે છે .માતા જો શિક્ષીત હોય તો પોતાની પુત્રી ને સારી રીતે સમજાવી શકે છે .આપણા સમાજ માં એ ચાર દિવસો દરમિયાનસ્ત્રી ઉપર ઘણા બધા નીતિ નિયમો લાદી દેવા માં આવે છે.જે ખરેખર ખોટા અને દંભી લોકો દ્વારા બનાવવામાં આવેલા છે . જોકે શહેરી લોકો આ આભડછેટ માં નથી માનતા. જે સારી વાત છે.ખરેખર આ દિવસો માં સ્ત્રી ને આરામ ની જરૂર હોય છે .મૂડ માં વારંવાર બદલાવ આવવો એ સામાન્ય લક્ષણ છે . આવા સમયે તેની દેખરેખ રાખવી કે તેને સમજવી એ તેના નજીક ના વ્યક્તિઓ ની ફરજ બની જાય છે.એ સમયે તરૂણી કે સ્ત્રી ને સ્વછતા તરફ પણ ધ્યાન દોરવું જરૂરી છે.આ સમય ને બોજારૂપ ના ગણતા

વાંચન કરી ને કે અન્ય ગમતી પ્રવૃત્તિ કરી ne સમય પસાર કરવો .જો સ્ત્રી જોબ કરતી હોય તો આવવા જવા માં સરળતા રહે એવા

માધ્યમ નો ઉપયોગ કરવો જોઈએ.શાળા માં જતી તરૂણી ને શાળા માં કામ કરતી શિક્ષિકા બહેનો દ્વારા સમજણ મળે તો ઘણા બધા પ્રશ્નો દૂર થાય .સમાજ માં આ વિષય ને ચર્ચા કરવામાં પણ લોકો ને શરમ આવે છે જે ખુબ નિંદનીય બાબત છે .ભગવાને આપેલા આ આશીર્વાદ ne શાપરૂપ ના ગણતા અવસર ગણી ને સ્વીકારીએ.એજ આપનો સાચો ધર્મ છે અને કર્તવ્ય પણ …..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply