વિરમગામના શિવ મહેલ સ્મશાન ગૃહના બગીચામાં કુંવારીકાઓ કિલ્લોલ કરી રહી છે ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

વિરમગામના શિવ મહેલ બગીચામાં કુંવારીકાઓને સુકામેવાનું વિતરણ કરાયુ

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગૌરીવ્રતની કુવારીકાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરી રહી છે ત્યારે ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સ્મશાન ગૃહમાં ધી ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા કુવારીકાઓને સુકોમેવો, વેફર્સ, ફ્રુટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વિરમગામના શિવ મહેલ સ્મશાન ગૃહના બગીચામાં ગૌરીવ્રત દરમ્યાન કુંવારીકાઓ કિલ્લોલ કરી રહી છે અને સાંજ પડતા કુવારીકાઓ અને બહેનોથી બગીચો ઉંભરાય જાય છે. ગૌરીવ્રત દરમ્યાન શિવ મહેલમાં કુંવારીકાઓ વિવિધ રમતો રમીને આનંદ માણી રહી છે. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ધી ટાઉન ક્લબ ઓફ વિરમગામ પ્રમુખ મહેશ પટેલ, મંત્રી વિવેક ગુપ્તા, પ્રકાશ વોરા, બળદેવ કેલા સહિતના સેવાભાલી લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામમાં ચર્ચાઇ રહ્યુ છે કે વિરમગામનો બગીચો સ્મશાન જેવો ઉજ્જડ લાગી રહ્યો છે અને શિવ મહેલ સ્મશાન ગૃહના બગીચામાં કુંવારીકાઓ કિલ્લોક કરી રહી છે.


Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply