નાંદોદ તાલુકાના વાગેથા ગામે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ની ક ફેન્ટ પકડી ઝપાઝપી કરતાં ચકચાર.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

આરોપીઓએ કપાસના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલાના પેટમાં પગથી લાત મારી ઈજા કરતા 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.13
નાંદોદ તાલુકાના વાગેથા ગામે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ નીફેટ પકડી ઝપાઝપી કરતાં ચકચાર મચી જવા પામી છે તેમજ આરોપીઓએ કપાસના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલાના પેટમાં પગથી લાત મારી ઈજા કરતા 4 ઈસમો સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી હેડકોન્સ્ટેબલ રાજેશભાઈ બીજયભાઈ વસાવાએ આરોપી નગીનભાઈ કુમરાભાઈ વસાવા, રાજેશભાઈ નગીનભાઈ વસાવા, યોગેશભાઈ રાજેશભાઈ વસાવા, હર્ષદાબેન રાજેશભાઈ નગીનભાઈ વસાવા (રહે, નાના લીમાટવાડા ખાટાઆંબલા )સામે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત અનુસાર ચાંદલીબેન માનસિંગભાઈ વસાવા (રહે,ભુછાડ) એ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કરેલ હોય તે ખેતરમાં આરોપીઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી ચાંદલીબેન સાથે ઝપાઝપી કરી ઝઘડો શરૂ કરેલો. ફરિયાદી રાજેશભાઈ પોતાના રાજ્ય સેવક તરીકેની ફરજ ઉપર હતા તે વખતે આરોપી નગીનભાઈ ચાંદલીબેન ને પગથી પેટના ભાગે લાત મારે અને સરકારી કર્મચારીને છોડાવવા વચ્ચે પડતા નગીનભાઈ એ સરકારી કર્મચારી હોવાનું જાણતા હોવા છતાં રાજેશભાઈ ની ફેટ પકડી ઝપાઝપી કરેલ તથા બીજા આરોપીઓએ ફરજ પરના પોલીસ કર્મચારીને ગમે તેવી ગાળો બોલી કાયદેસરની કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં અડચણ કરી એકબીજાની મદદ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply