અમદાવાદમાં ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ. – વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીશ્રીને સતત ત્રીજી વાર પહિન્દ વિધિ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું.રાજ્યમાં શાંતિ-સલામતી અને વિકાસની તેજ ગતિ જળવાયતેવા ભગવાનના આશીર્વાદ મળતા રહેશે – મુખ્‍યમંત્રીશ્રી .નૂતન વર્ષ અવસરેએ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને આ વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાત માં અનેક શહેરો નગરો માં ભક્તિ ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસ થી આ યાત્રામાં જોડાય છે.અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રી એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કેરથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે ગુજરાત ની પ્રગતિ વિકાસ અને લોકો ની સુખ સમૃદ્ધિ સતત આગળ ધપતા રહે તેવી અભ્યર્થના છે.ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે વીશાળ સંખ્યા માં જગન્નાથજી ના દર્શન અર્ચન માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply