*૪ જુલાઈ અને અમેરિકા – બીના પટેલ,નારણપુરા, અમદાવાદ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત

ભારત દેશ જેટલો જૂનો ઇતિહાસ અમેરિકાનો નથી. ૧૪૯૨માં ભારતની શોધ કરતા કરતા કોલંબસે અમેરિકા શોધી નાંખેલું. કોલંબસે જ્યારે અમેરિકન ટાપુઓ પણ પગ મૂક્યો ત્યારે તેમણે લાલ ચામડીવાળા આદિવાસીઓ જોયેલા તેથી તેમને “રેડ ઇન્ડિયન” નામ આપ્યું. કોલંબસે તેમની સ્પેનની મુલાકાત દરમિયાન એ માહિતિ આપતા સ્પેનિશ લોકોએ કહ્યું કે અમુક ટાપુઓ બ્રિટિશ લોકો દ્વારા સ્થપાયેલા હતા, જોકે અમેરીકન પ્રજા બ્રિટિશ કાનૂન, નિયમોથી નારાજ કે નાખુશ હતી. આમ ૪થી જુલાઇ, ૧૭૭૬એ પોતાને સ્વતંત્ર જાહેર કરી અલગ દેશ “સંયુક્ત રાષ્ટ્ર” United States ની સ્થાપના કરેલી. અમેરિકાનું સંવિધાન ૧૭૮૮ માં રચાયું જેના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન હતા. ત્યારબાદ ફ્રાન્સ અને અંત રાષ્ટ્રો પાસેથી આજુબાજુના પ્રદેશો ખરીદીને તથા અમુક આદિવાસી પ્રાંતો યુદ્ધમાં જીતીને અમેરિકા ખંડ નો વ્યાપ વિસ્તાર્યો. અલબત્ત, અબ્રાહમ લિંકને ૧૮૬૧માં સત્તાકાળ દરમિયાન _દાસપ્રથા_ નાબૂદ કરી. સતત ઔદ્યોગિક ક્રાંતિ, રેલ, ટેલિફોન, વીજળી, ટેક્નોલોજીમાં નવીનતા સર્જી મહાસત્તા બન્યું તે અમેરિકાને, આજે તેમના જન્મદિને ખૂ્બ અભિનંદન અને શુભેચ્છાઓ !

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply