કહારા મહાસંગ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આગેવાનીમા રાજપીપળાના સ્થાનિક રહીશોએ નર્મદાના કલેકટરને આવેદનપત્ર આપ્યું.- રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ચોમાસામા ભૂગર્ભ ગટરમાં પાણી ભરાઇ જતા અમારા ઘરોમાં પાણી ભરાઇ જવાને ગંભીર ફરિયાદ. રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિર પાછળ આવેલ ખારા ફળિયા, નવા ફળિયા અને માછીવાડમાં વધારે ગંદકી છે, જેમાં ઘણા મહિનાઓથી સાફ સફાઈ થઈ નથી.
રાજપીપળા તા.2
રાજપીપળા નગરના વિવિધ વિસ્તારમાં ચોમાસાના અને સફાઈ અભિયાન ન થવાને કારણે વકરેલી ગંદગીને કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત વચ્ચે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા ન હોવાને કારણે ઘરોમાં પાણી ભરાઇ જતા હોવાની દહેશત ને લેખીત રજુઆત સાથે કહારા મહાસંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષની આગેવાનીમાં કહારા સમાજના આગેવાનો ના સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદન આપી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છ.
રાજપીપળા ખાતે કલેકટરને આવેદન આપી રજૂઆત કરતા કરતા કહારા ગુજરાતપ્રદેશના અધ્યક્ષ અલ્પેશ.કે.કહારે જણાવ્યું છે કે રાજપીપળા સ્વચ્છતાની બાબતમાં સતત પાછળ ધકેલાતું જાય છે. રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિર પાછળ આવેલ ખાડા ફળિયા,નવા ફળીયા અને માછીવાળમાં વધારે ગંદકી છે. જેમાં ઘણા મહિનાઓથી સાફ સફાઈ થઈ નથી અને ચોમાસામાં ભૂગર્ભ ગટર માં પાણી ભરાઇ જતા અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. નગરપાલિકા વારંવાર પાણી જવાનો ઉકેલ માટે ભૂગર્ભ ગટર માં પંચર કરેલ છે પરંતુ હજુ સુધી પંચર રિપેર કરી બતાવ્યું નથી. તેનું મહત્વનું એક કારણ એ છે કે નગરપાલિકાના કર્મચારીઓની સંખ્યામાં થી માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફિલ્ડ પર કામ કરે છે.
વોર્ડ માં નિયમિત સફાઈ થતી નથી. અરજી આપવા છતાં પણ સાફ-સફાઇ માટે આવતા નથી. આ રાબેતા મુજબનું થઈ ગયું છે તંત્રની બેદરકારી દેખાઈ રહી છે. સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારી અને જાળવવા અને જિલ્લાના કોઈ પણ સ્થળે રોગચાળા માટે ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે. જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે જેના માટે જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક વોર્ડમાં ફરીને સાફ સફાઈ માટે નગરપાલિકાને અરજી કરી શકે છે. રાજપીપળામાં ઘણા બધા વોર્ડમાં સફાઈ થતી નથી જેને કારણે અમારા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
કહારા મહાસંઘ ગુજરાતપ્રદેશ અધ્યક્ષ ગુજરાત સામાજિક કાર્યકર્તા કલ્પેશકુમાર કનૈયાલાલ કહારાએ આ અંગે જણાવ્યું છે કે નગરપાલિકાને ઘણીવાર અરજીઓ, ફરિયાદો આપેલ છે પરંતુ અરજીનો કોઈ ઉકેલ નહીં આવે તો હું મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાતની માગણી કરી માંગણીઓ કરી અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે.
આ અંગે કલેકટર નર્મદા, સામાજીક ન્યાય અને અધિકારીતા કાર્યકર્તા વિભાગ ગાંધીનગર, આરોગ્ય વિભાગ, ગાંધીનગરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
કહાર મહાસંઘના ગુજરાતના અધ્યક્ષ અલ્પેશ.કે.કહારે જણાવ્યું છે કે દર વર્ષે ગાંધીજયંતીના દિવસે દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આરંભના સમયમા એક ઝુંબેશના ભાગરૂપે સ્વચ્છતાનું કામ થતું જોવા મળ્યું હતું. સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરોમાંથી થતી કામગીરીનું મૂલ્યાંકન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે. સ્વચ્છતામાં ગુજરાત ટોપ ટેન માંથી બહાર નીકળી ગયું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2018 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. તે ગુજરાત માટે શરમજનક છે તે સ્વચ્છતાની બાબતમાં પાછળ ધકેલાતું જાય છે દેશના ટોપ ટેન પેટમાં પણ ગુજરાત સ્થાન મેળવી શક્યું નથી
સર્વેક્ષણ 2018મા ગુજરા.તના વધુ શહેરો ટોપટેનમાં આવશે એવી તેવી અપેક્ષા હતી તે તો ના સંતોષાય પણ એક પણ ન શહેર ટોપ ટેનમા ન આવ્યું, ક્લીન સીટીના ટોપ ટેન માંથી ગુજરાત બાકાત થઈ ગયું છે. ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેર નો 12 મો ક્રમ, સુરતનો 14, રાજકોટનો 35 મો અને વડોદરાનો 44 માં આવ્યો છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગ્રીન સિટી કહેવાય છે પણ પાટનગર નું સ્થાન 26મો આવ્યું છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •