કાળા રંગના ફળોમાં રાજા છે જાંબુ. રણછોડરાય જેવા રંગમાં કાળા,મધુર જાંબુ – તસ્વીર. વિનોદ રાઠોડ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

કુદરતે જે રીતે રંગબેરંગી સુગંધીદાર ફૂલો બનાવ્યા છે તેવીજ રીતે રંગબેરંગી સ્વાદિષ્ટ ફળો પણ બનાવ્યા છે. જેવીરીતે જુદાજુદા પ્રાંતના જુદાજુદા રાજાઓ હતા તેવીરીતે ફળો પણ જુદાજુદા રંગમાં તે રંગના રાજા હોય છે.એવીરીતે કાળા રંગના ફળોમાં રાજા છે જાંબુ.

રણછોડરાય જેવા રંગમાં કાળા, સ્વાદમાં મુખમાં પાણી લાવે તેવા ખાટુંબડા, તૂરા અને મધુર હોય છે.જે અતિશય વાયુ કરનાર છે પણ સાથોસાથ પિત્ત અને કફને મટાડનાર છે. જાંબુનો રસ પાચક અને મૂત્રલ છે.પહેલા એવી કહેવત પણ લોકો કોઈ કાળા બાળકને જોઈને બોલતા કે “તારી માતા એ જાંબુ ખાધા હશે”

જાંબુમા આયર્ન, ફોસ્ફરસ, કોલીન,ફોલિક એસિડ,કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન સી હોય છે.1 કિલો જાંબુમા251 કેલરી,કાર્બોહાઇડ્રેટ14%,ફેટ 0.23 ગ્રામ અને ફાઇબર 0.6 હોય છે. એ શીત અને મળને સુકવનારા છે.જાંબુથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પાણી વાળા વિસ્તારમાં થતા જાંબુનો ભારે વરસાદ પછી અંત આવે છે.

જાંબુના ગુણો-

*જાંબુમા કેન્સર વિરોધી ગુણો હોય છે.

*પોટેશિયમ હોવાથી હાર્ટએટેક, હાઈ બીપી અને સ્ટ્રોક સામે રક્ષણ આપે છે.

*Hb વધારે છે.

*લોહીમાં સાકર ની માત્રા ઓછી કરે છે. વારંવાર લાગતી તરસ અને પેશાબમાં રાહત આપે છે અને ડાયાબિટીસ ને કંટ્રોલ કરે છે.

*ચહેરા પર લગાવવાથી ચામડી પર તેજ વધે છે, મૃત ત્વચા જીવંત થાય છે અને કરચલીઓ ચહેરા પરથી દૂર કરી યુવાન રાખે છે. આનાથી રક્તનો સંચાર વધે છે જેથી ચહેરા પરના દાગ, ધબ્બા દૂર કરે છે.

*વાળમાં લગાવવાથી ચમક વધે છે અને વાળમાં શાયનિંગ આવે છે. વાળને ખરતા રોકે છે સાથોસાથ વાળમાંથી ખોડો દૂર કરી મજબૂત અને લાંબા બનાવે છે.

*કાનમાંથી પરૂ આવતું હોય તો જાંબુના રસનાં બે બે ટીપાં કાનમાં નાખવાથી લાભ થાય છે.

જાંબુના પાંદડા ના ગુણો-

*પાંદડાને ગરમ પાણીમાં નાખી તેના કોગળા કરવાથી દાંતની તકલીફ દૂર કરી પેઠા ને મજબૂત કરે છે. જો મોં માંથી વાસ આવતી હોય તો પાંદડા ચાવવાથી લાભ થાય છે.

*પાન સાથે દૂધ મીલાવી ને તેના રસથી હરસમાં લાભ થાય છે.

*નસકોરી ફૂટી હોય તો પાન ના રસના બે ટીપાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.

*ઝેરી જીવજંતુ કરડયું હોય ત્યાં પાનની પેસ્ટ બનાવી લગાવવાથી લાભ થાય છે.

જાંબુની ગોટલી ના ગુણો-

*ગોટલીમાં રહેલ જામ્બોલીન નામનું તત્વ સ્ટાર્ચને શર્કરા માં ફેરવતા રોકે છે જેથી ડાયાબિટીસ માં લાભ થાય છે.

*ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી સ્વર સુધરે છે.

*ગોટલીનું ચૂર્ણ વાગ્યા પર લગાવવાથી રૂઝ જલ્દી આવે છે.

*પથરીમાં ગોટલીનું ચૂર્ણ દહીં સાથે ખાવાથી લાભ થાય છે.

*સ્ત્રી ઓ માં સફેદ પાણી પડતું હોય તો ચોખા ના ઓસામણ સાથે જાંબુનું ચૂર્ણ આપવાથી લાભ થાય છે.

*ઝાળા,ઉલટી,મરડા માં પણ ગોટલીનું ચૂર્ણ સાકર સાથે આપવાથી પરિણામ મળે છે.

*લોહી ગંઠાતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 25% અને પીપળા ના ઝાડની છાલનું ચૂર્ણ દીવસમાં2 થી 3 વખત લગાવવું જોઈએ.

*બાળક પથારીમાં પેશાબ કરી જતું હોય તો ઠળિયા નું ચૂર્ણ 1 ચમચી આપવું જોઈએ.

જાંબુની છાલ ના ગુણો-

*છાલને પાણીમાં ઘસીને પીવાથી અપચો અને પેટની સમસ્યા દૂર થાય છે.

*ગઠિયા વા માં પણ છાલ ઉપયોગી રહે છે.

જાંબુ ક્યારે અને કોણે ના ખાવા-

*વાયુ વધારનાર હોવાથી ખાલી પેટે ના ખાવા અને વા ના દર્દીએ ના ખાવા

*ગાયકો એ ના ખાવા

*વધુ ના ખાવા.એક વખત માં 200 ગ્રામ થી વધુ ના ખાવા.

*દૂધ સાથે ના ખાવા કે જાંબુ ખાઈને દૂધ ના પીવું.

*સોજા માં ના ખાવા

*ગર્ભવતી મહિલાઓ એ ના ખાવા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •