આજે ” વર્લ્ડ ડોક્ટર ડે ” છે પણ કોઈ એવી પોસ્ટ કે જે ડોક્ટર નો આભાર માનતી હોય કે ડોક્ટર ને પ્રોત્સાહિત કરતી હોય એવી જોવા ના મળી જે થોડા વર્ષો પહેલા જોવા મળતી હતી… એવું કેમ ? – હિતેશ રાઈચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

માણસો બદલી ગયા કે ડોક્ટર બદલી ગયા કે નજરિયો ???
કહેવાય છે કે ડોક્ટર તો ભગવાન નું જ રૂપ છે…
સાચી વાત છે…
એટ્લે જ તો આજકાલ ના ડોક્ટર પોતાને ભગવાન માને છે અને પોતાને ઠીક લાગે એમ જ કરે છે અને ભગવાન ને કોઈ કઈ કહી તો સકે નહીં ને એટ્લે બીજું કાઇ પણ વિચાર્યા વિના માનવતા ને નેવે મૂકી ને માત્ર ને માત્ર પૈસો જ બનાવવા માં લાગી ગયા છે…
સ્પષ્ટ કહું છું કે બધા ડોક્ટર આવા ખરાબ નથી જ પણ આજ ના સમય માં 95% ડોક્ટર માટે પૈસો જ અગત્ય નો બની ગયો છે..
એક જ રોડ પર કે એરિઆ માં ઘણા ડોક્ટર હશે ને એને લોકો “કતલખાના રોડ” કહેતા હશે જોજો…
ફાઇવ સ્ટાર હોટેલ ના ભાડા જેવા આઇસીયુ રૂમ ના ભાડા રાખે છે…
દવા એમની પાસેથી જ લેવાનો આગ્રહ..
રિપોર્ટ પણ તે કહે ત્યાં જ કરાવવાના…
આ બધુ કરવા પછી પણ લાખો ના ખોટા બિલ આપવાના અને એ પછી પણ દયા નો છાટો પણ નહીં દેખાય આજના ડોક્ટર માં જોજો…
મોનોપોલી બનાવી નાખી છે બધા એ સાથે મળી ને…
જેમ કે રાજકોટ માં મગજ ના ઓપરેસન માટે 12 ડોક્ટર હોય તો બધા ભળી ગયા છે અને કોઈ પેશન્ટ એક જગ્યા એ મોંઘું લાગવાના લીધે પાછો ચાલ્યો જાય એટ્લે બીજા 11 ને એ મેસેજ પહોચી જ જાય કે આમ થયું છે અને એ દર્દી ની આટલી ઓફર હતી…
સિવિલ હોસ્પિટલ માં સારી સારવાર એટ્લે જ નથી મળતી કેમ કે એ પણ આખરે તો ડોક્ટર જ ને ? એમને પણ આગળ જાતા પ્રાઈવેટ હોસ્પિટલ ખોલવી છે એટ્લે લોકો ને સિવિલ પ્રત્યે નફરત કરાવે તો જ એમનો ખાનગી ધંધો ચાલે ને ?
સરકાર ને આ બધી જ ખબર છે તેમ છતાં કોઈ અંકુશ નથી કેમ કે મોટા ભાગ ના ડોક્ટર રાજકીય પક્ષ આઠે ભળેલા છે અને ખૂબ પૈસાપાત્ર છે એટ્લે છાસવારે ડોનેશન ની જરૂર પડે તો તૈયાર થઈ જાય એટ્લે સરકાર પણ ચૂપ જ રહે છે અને કોઈ કડક કાયદો નથી કરતી…
આ બધુ તો બધા જાણે જ છે પણ આજની તારીખે બધા ડોક્ટર મિત્રો ને મારી એક નમ્ર વિનંતી છે કે ભગવાને તમને જે બક્ષિક્ષ આપી છે એનો સદુપયોગ કરો અને મહેરબાની કરી ને કોઈ ની ” હાય” ના લેતા…
અને સાથે એ વાત પણ યાદ રાખજો કે હાય માત્ર ગરીબો ની જ નથી લાગતી.. અમીરો ની પણ લાગે છે જ્યારે તમે એને ખોટી રીતે લૂટો છો.
આને એ પૈસો કે હાય ભોગવ્યે જ છૂટકો છે અને એનો ઈલાજ દુનિયા ના કોઈ ડોક્ટર પાસે નથી એ યાદ રાખજો –

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply