રાજપીપળા સહિત નર્મદા માં ભારે વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તાર ના ધૂળિયા કાચા રસ્તા કાદવ, કીચડ વાળા બન્યા. ચોપડી ગામ મુસાફર ભરેલી જીપ ગાડી ફસાઇ જતા દોરડ વડે ખેંચવાની ફરજ પડી.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

રાજપીપલા,વડીયા ગામે ખેતરમા જવા કાદવવાળા રસ્તે ખેડૂતોને કાદવમાંથી જવા ભારે મુશ્કેલી.
રાજપીપળા તા. 1
નર્મદા જિલ્લામાં ત્રણ દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પાકી સડક નથી તેવા કાચા અને ધૂળિયા રસ્તાઓમાં પાણી ભરાતા આ રસ્તાઓ કાદવ-કીચડ વાળા બની જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.ગઈકાલે દેડિયાપાડા તાલુકાના ચોપડી ગામે ખાનગી જીપ મુસાફરો ભરીને જતી હતી ત્યારે ઓવરલોડેડ જીભનું વ્હીલ કાદવમાં ફસાઇ ગઇ હતી, જેને કારણે મુસાફરોને ઉતારીને દોરડા વડે ખેંચવાને ફસાયેલા કાદવમાંથી બહાર કાઢવાની ફરજ પડતાં મુસાફરો પરેશાન થઇ ગયા હતા, મોટાભાગના ગામડા માં આવા ઘણા રસ્તાઓ છે. નાંદોદના બોરીદ્રા થી મુવીગામ જવાનો રસ્તો સાવ કાચો અને સુમસામ હોવાથી ચોમાસા વરસાદને લીધે કાદવ ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. એ જ પ્રમાણે રાજપીપલા, વડીયાનો રસ્તો કાદવ વાળો થઈ જતાં વાહનો સ્લીપ થવાના બનાવોથી વાહન ચાલકોને માથે જોખમ ઊભું થયું છે. તો રાજપીપળાના કરજન કિનારાનાખેતરો માં જવાના કાચા રસ્તે ભરાઇ જવાથી બળદગાડા કે વાહનોને જવા આવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ગામડાંઓમાં ના રસ્તાઓ પણ બનાવવાની જરૂર જણાઈ રહી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply