પોઈચા નર્મદાના પુલ નીચે ટ્રક બંધી આડેધડ રેતી ઉલેચવાની પ્રક્રિયાથી નર્મદાની નદીની દુર્દશાબેઠી . રેતી ઉલેચતા ઠેરઠેર મોટા ઊંડા ખાડા પડ્યા.રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

સીસોદરા ખાતે પણ આવેલી નર્મદાકિનારે રેતી માફિયાઓના ગેરકાયદે રેતી ઉલેચવા સામે નર્મદાની જે દુર્દશા બેઠી.

ચોમાસામાં જ્યારે પાણી આવે ત્યારે નદીમાં રેતી ઉલેચવા ને કારણે નદીમાં મોટા મોટા ભુવા પડવાની કારણે માણસો ડૂબી જવાની શક્યતા વધી જાય છે.

એક જમાનામાં ખળખળ વહેતી પોઇચાના રંગઅવધૂત પુલ નીચેથી વહેતી નર્મદા નદીની દુર્દશા બેઠી છે, રેતી માફિયાઓના રેતીના ધંધામાંરેતી ઉલેચવા ને કારણે નર્મદા નદીમાં આડેધડ ટ્રક બંધી રેતી ઉલેચતી હોવાથી નર્મદા નદીમાં રેતી ઉલેચતા ઠેરઠેર મોટા ઉંડા ખાડા પડી ગયા છે, જેને કારણે નદીમાં પાણી ઓછું અને રેતી વધારે દેખાય છે.

ચોમાસામાં જ્યારે પાણી આવે ત્યારે નદીમાં રેતી ઉલેચવા ને કારણે નદીમાં મોટા-મોટા ભુવા પડવાને કારણે માણસો ડૂબી જવાની શક્યતા વધી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં નર્મદા નદી સાવ સુકાઈ ને વેરણ બની ગઈ છે. એક જમાનામાં ખળખળ વહેતી નર્મદા નદીની દુર્દશા બેઠી છે. લીઝ પર વેપારીઓ ટ્રક બંધી રેતી ઉલેચી જતા હોય નદી પટ ઊંડો બની રહ્યો છે નદીમાં પાણી નથી થોડું ઘણું જે પાણી છે તે બંધારા થઈ જવાથી લીલ સેવાળને કારણે પાણી ગંધાઈ ઉઠયું છે, નર્મદા નદીને જીવંત રાખવા વાર તહેવારે અને છાશવારે ડેમમાંથી પાણી છોડવાની માગ પણ લોકો કરી રહ્યા છે. આ નદી કિનારે પવિત્ર તીર્થસ્થળો આવેલા છે, ત્યારે નર્મદા સ્નાન કરવા નદીમાંથી પાણી ન હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે.

તાજેતરમાં સિસોદરા ખાતે પણ આવેલી નર્મદા કિનારે રેતી માફિયાઓની ગેરકાયદે રેતી ઉલેચવા સામે નર્મદાની જે દુર્દશા બેઠી છે તેની સામે રેતી કાઢી આવેદન આપી આ લીઝ બંધ કરવા અને આવેદન આપવામાં આવ્યું હતું

સિસોદરા ગામે નદીનાતટ પર નર્મદા જયંતી ઉજવાય છે. જેમાં દેડીયાપાડા, સાગબારા, સેલંબા થી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો આવે છે. તેઓ 111 દિવાનો પ્રાગટ્ય પૂજન કરે છે એ જ દિવસે સામે કિનારે શિનોરના સોની પરિવાર અખંડ ચુંદડી મનોરથ ઉજવે છે. અને મોટા મોટો મંડપ બાંધી ભજન કીર્તન કરે છે અને માતાજીનું પૂજન કરે છે રેતીખનન થાય તો બધા જ સમાજના લોકોને મુશ્કેલી પડે તેમ છે માટે આલીશ બંધ કરવાની ગ્રામજનો ગ્રામજનો બંધ કરી રહ્યા છે નર્મદા પર રેતી પટમાં ફેરવાઈ ગઈ છે ગયો છે ત્યારે નર્મદા ને બચાવવા અને નર્મદા ને જીવંત કરવા રેતી ખનન પ્રવૃત્તિ બંધ કરવાની માંગ ઉઠી છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply