રાજપીપળા મા ધોધમાર વરસાદ થી નાંદોદ તાલુકો જળબંબાકાર જનજીવન ખોરવાયું.તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

વરસાદ તૂટી પડતા રાજપીપલા નાવીજળી ડૂલ થઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયુ

ભારે વરસાદ ને કારણે શાળા છોડી મૂકાઈ

રાજપીપળા મા નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા

આજે રાજપીપળા સહિત નાંદોદ તાલુકમા ધોધમાર વરસાદ થતા રાજપીપળા સહિત નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ ગયો હતો
આજે સવારથી જ રાજપીપળા સહિત આજુબાજુ ના ગામો મા આજે મૂસળધાર વરસાદ તૂટી પડતા રાજપીપળા માજળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી .સતત એકધારા ધોધમાર વરસાદ ને કારણે રાજપીપળા મા નીચાણવાળા વિસ્તારો મા ઠેર ઠેર પાણી ભરાયા હતા જેને કારણે સોસાયટી ઓમા ગલીઓમા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી મોટા મોટા તળાવો પાણી થી પાણી ભરાઇ જતા ગલીઓ મા , રૉડ પર પણ પાણી ભરાઈ જતા રસ્તાઓ નદી પટમા ફેરવાઈ ગયા હતા .
આજે વહેલી સવારથી જ વરસાદ તૂટી પડતા રાજપીપલા નાવીજળી ડૂલ થઈ જતા નગરમાં અંધારપટ છવાઈ ગયુ હતુ .રાજપીપળા ની શાળાઓ મા લાઈટ ન હોવાથી વર્ગખંડો મા પણ અંધારપટ છવાઈ જતા શિક્ષણકાર્ય પર તેની અસર પડી હતી .આજે શનિવારે સવારની શાળા હોવાથી ગામડેથી આવતા વિધાર્થીઓ વરસાદ મા અટવાઈ ગયા હતા .તો સ્કૂલો મા પણ બહારગામથી આવતા વિધ્યાર્થીઓ અટવાઈ ન જાય તે માટે ત્રણ તાસ પછી બાળકો ને છોડી મૂકવામાં આવ્યા હતા
જોકે આજે સતત વરસાદ થતા ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા ખેડૂતો માટે આ ખેતી લાયક સારો વરસાદ થતા ખેડૂતો મા આનંદની લાગણી જન્મી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply