*અદ્દભૂતાનંદનની અનુભૂતિ !- બીના પટેલ, નારણપુરા,અમદાવાદ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

*અદ્દભૂતાનંદની અનોખી અનુભૂતિ !*

આજે વાત માંડવી છે મારા સુખદ્ અનુભવની. રાષ્ટ્રીય સ્તરે સંઘ વિચારક એવા શ્રી કિરણ પટેલ અને ડો.માલિની પટેલની પ્યારી ચિ.વંશિકાના પારંગત ને શાસ્ત્રોક્ત પદ્ધતિનુસારનું આરંગેત્રલ માણવાનો મોકો મળ્યો.

ભરતનાટ્ટયમ નૃત્યશૈલીમાં સાતત્યપૂર્ણ, સાતેક વર્ષની તપસ્યા બાદ નાટયગુરુ દ્વારા આગવી એવી _નાટ્યભૂષમણમ_ પદવી એનાયત થતી હોય છે. “મુદ્રા ભરતનાટ્યમ અકાદમી”ના ગુરુશ્રી ભાસ્કરભાઈ મેનનના સાંનિધ્યમાં ચિ.વંશિકાએ ભાવ, તાલ, લયનો સુભગ સમન્વય રચી અનોખી પ્રસ્તુતિ કરેલ. ચિ.વંશિકાની સહજ તથા નિર્દોષ ભાવ-ભંગિમાએ શાસ્ત્રીય નૃત્યને ચાર ચાંદ લગાવી દીધા.

મોટાભાગનું યુવાધન જ્યારે આજે પાશ્ચાત્ય ઘોંઘાટિયા સંગીતમાં બહેકી રહ્યું છે તેવી કપરી સ્થિતિમાં સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને ખાસ મૂલ્યોને ઉજાગર કરવા ચિ.વંશિકાને તેમના યુવા ને સૌમ્ય માવતરે સ્તુત્ય પ્રેરણા આપીને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

શનિવાર, તા.૨૯ જૂન, ૨૦૧૯ના દિને ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે કુ.વંશિકા પટેલ તેમજ કુ.ધ્વનિ પરમારની જુગલ જોડીને મન મૂકીને નાચતા જોઈ હું પણ, ત્રણેક દાયકા પહેલાની મારી આરંગેત્રલની પ્રસ્તુતિના મધૂર સંસ્મરણોમાં સરી પડી. ધન્ય ઘડી !

ભરતનાટ્યમના વિવિધ પાસાઓ જેવા કે અલ્લારીપૂ, શબ્દમ વર્ણનમ, તિલ્લાના, કિર્તનમની કુ.વંશિકા સહ કુ.ધ્વનિની સંનિષ્ઠ રજૂઆત આપણને સૌને દીકરીઓમાં સંસ્કારની સૌરભ પ્રસરાવવા માટેનો સારો સંદેશ આપી જાય છે.

બીના પટેલ, નારણપુરા, અમદાવાદ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •