અમદાવાદમાં વેજલપુરનાં સિવન્તા એપાર્ટમેન્ટમાં સભ્યો દ્વારા યોજાઇ ક્રિકેટ ટુર્નામેન્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજના સમયમાં આપણી પાડોશમાં કોણ રહે છે તે પણ ખબર હોતી નથી ત્યારે અપાર્ટમેન્ટ્સના સભ્યો દ્વારા જ્યારે સાથે હળીમળીને કોઇ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં ભાઇચારો અને ભાવિ પેઢીને એકબીજા સાથે હળવા મળવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. વેજલપુર વિસ્તારમાં આવેલા સિવન્તા એપાર્ટમેન્ટમાં હાલમાં જ એપાર્ટમેન્ટ્ના સભ્યો દ્વારા ફેમીલી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને વડીલો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઇવેન્ટ્સમાં મુખ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. જેમાં મહિલાઓની અને પુરુષોની અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. મહિલાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિવન્તા અલ્ટીમેટ ફાઇટર્સની ટીમ વિજેતા બની હતી અને પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિવન્તા સ્ટલીઅન વિજેતા બની હતી. જ્યારે બાળકોની ક્રિકેટ મેચમાં મોટુ અને પતલુંની બે ટીમમાંથી પતલુંની ટીમ વિજેતા બની હતી. આ ઉપરાંત 100 મીટર, 200 મીટરની દોડ, ટેગ ઓફ વોર, રીંગ ટોઝ જેવી વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •