ગુજરાતનું ગર્વ ગણાતી અમદાવાદ શહેર પોલીસનું ગૌરવ સાથે ગર્વ પ્રદાન કરતું અદભુત પ્રશંસનીય કાર્ય – સંજીવ રાજપૂત.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતનું ગર્વ ગણાતી અમદાવાદ શહેર પોલીસનું ગૌરવ સાથે ગર્વ પ્રદાન કરતું અદભુત પ્રશંસનીય કાર્ય….

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાંતિ અને એકતાના પ્રતીકરૂપે શહેર પોલીસ કમિશ્નર એ કે સિંઘ દ્વારા શરૂ કરવામાં આવેલ થેલેસમિયાથી પીડિત બાળકોને રક્તદાન કરવાના ઉમદા કાર્યનું આજે જગન્નાથ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી સહિત, સર્વ ધર્મના ગુરુઓ, રક્તદાન કરનાર રક્તદાતાઓ, પોલીસ જવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેડ ક્રોસ બ્લડ ના સહયોગ થી સમગ્ર શહેરના પો. સ્ટેશન ખાતે પોલીસ દ્વારા દત્તક લેવાયેલ થેલેસમિયા પીડિત બાળકો માટે રક્ત એકત્ર કરી પોલીસ દ્વારા એક ઉમદા નેક કાર્યનો ચિતાર આપતા પ્રજા અને પોલીસ વચ્ચે કૌમી એકતાની મિસાલ આપતા એક અનેરા ઉમદા કાર્યને ઓપ આપી સમગ્ર ગુજરાતનું નામ રોશન કરતા અંદાજીત 1650 બોટલ રક્તની જરૂરિયાત હોઈ તેની જગ્યાએ બે તબક્કામાં આ કાર્યક્રમ ને યોજી આશરે 5 હજાર બોટલ રક્ત એકત્ર કરી એક ઉમદા મિસાલ કાયમ કરી છે. આ ઐતિહાસિક કાર્ય દ્વારા ગુજરાતની અમદાવાદ શહેર પોલીસે પ્રજા સાથે સમન્વયમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગુજરાતનું ગર્વ ગણાતી અમદાવાદ શહેરની પોલીસ તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંગઠન બદલ અમદાવાદ શહેર સેક્ટર 1 અને 2, સાયબર ક્રાઇમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સાથે તમામ રક્તદાન કરનાર અધિકારીઓ અને તમામ પોલીસ કર્મીઓ સલામને પાત્ર છે.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply