વડોદરા સિટી બસ હવે સ્કૂલ વાનની જેમ વિદ્યાર્થીઓને શાળાથી લેવા-મૂકવા આવશે

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે.

વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની 15 શાળા દ્વારા માગ શહેરમાં સ્કૂલ વર્દીવાન દ્વારા અંદાજે 1.5 લાખ બાળકો સ્કૂલે જાય છે. રિક્શા અને વાન સહિત અંદાજે 10 હજાર વાહનો બાળકોને સ્કૂલેથી લેવા મૂકવાનું કામ કરે છે. જે એક બાળકના રૂ. 400થી રૂ. 1200 વસૂલે છે. નિયમ કરતાં વધુ બાળકો બેસાડે છે તેમજ સુરક્ષા સાથે બાંધછોડ થાય છે. ત્યારે શહેરમા શરૂ થયેલા નવા કોન્સેપ્ટમાં વિનાયક લોડિસ્ટિકે અકોટા વિસ્તારનાં બાળકોને સલાટવાડામાં આવેલી મરાઠી સ્કૂલ માટે લાવવા-લઇ જવા સિટી બસ ફાળવી છે. આ બસ અકોટામાં નિયત ત્રણ સ્થળે ઉભી રહેશે. માસિક પાસ કઢાવેલા 32 વિદ્યાર્થીઓ આ બસમાં રોજ શાળાએ આવજા કરશે. આવી જ રીતે તાંદલજાના વિદ્યાર્થીઓ એમ.સી. હાઇસ્કૂલ અને આજવા રોડ એકતાનગરની માત્ર વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલની એક બસ શરૂ થશે. શહેરમાંથી કુલ 15 શાળા દ્વારા માગણી થઇ છે.

શું ફાયદો થશે?
– માત્ર રૂ. 135નો પાસ
– મોટાં માટે રૂ. 250નો પાસ
– વીમાનું સુરક્ષા કવચ
– દરેકને બેસવા સીટ મળશે
– કોઇ દિવસ બસ આવે નહીં તેવું ન બને
– માત્ર 10 વિદ્યાર્થીઓ માટે પણ શરૂ થશે.
– વેકેશનના પૈસા ચૂકવવા નહીં પડે.
– ધો.1થી 10નાં બાળકો સમાવાશે.
– બસમાં સેફ્ટી માટે કંડક્ટર હશે.

Follow : Vadodariyu

#vadodara #baroda #vadodariyu #vadodaranews #vadodarablogger #barodian #onlinenews #vadodarawomen #lakshmivillas #sursagar #mandvi #alkapuri #akotabridge #vadodarakaadda #fatehgunj #manjalpur #makarpura #subhanpura #karelibaug #rajkot #surat #saurashtra #akota #gujarat #india #schoolbus #citybus

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •