કેશણી ગામના પરમાર કુસુમબેન દ્વારા અધિક કલેકટર પાટણ અને શિક્ષણાધિકારી પાટણને કુસુમબેનની ખોટી બદનામી તથા કનડગત કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આજ રોજ કેશણી ગામ ના પરમાર કુસુમબેન કાંતિલાલ દ્વારા નિવાસી અધિક કલેકટર શ્રી પાટણ અને શિક્ષણાધિકારી શ્રી પાટણ ને ગામ ના પટેલ મહેશભાઈ દ્વારા કુસુમબેન ની ખોટી બદનામી કરવા તથા કનડગત કરવા બાબતે crc શિક્ષક શ્રી મહેશભાઈ ને તત્કાલીન સસ્પેન્ડ કરવા તથા પોલીસ કાર્યવાહી કરવા બાબતે આજે 150 થી વધુ ભાઈઓ બહેનો સાથે આવેદનપત્ર આપેલ છે આ મહેશભાઈ પટેલ દ્વારા કુસુમબેન અને તેમના પરિવાર ને જાતી અપમાનિત કરી ફરીયાદ નહિ કરવાની અને કરે તો જાન થી મારી નાંખવાની ધમકીઓ આપેલ જે બાબતે ચાણસ્મા પોલીસ સ્ટેશન fir પણ નોંધાવેલ છે છતા કોઈ કાર્યવાહી થયેલ નથી આમ આ ઈસમ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા પણ રજુવાત કરેલ છે આવેદનપત્ર મા ગામ ના તમામ સમાજ ના આગેવાનો સાથે કાંતિલાલ પરમાર દિનેશભાઈ પ્રિયદર્શી નરેન્દ્રભાઈ પરમાર નિમિશાબેન પરમાર મહેશભાઈ તૂરી વિગેરે હાજર રહયા હતા
અધિક કલેકટર શ્રી દ્વારા કલેકટર સાહેબ ના ધ્યાને મૂકી તાત્કાલિક કાર્યવાહી કરવા અને શિક્ષણાધિકારી સાહેબ દ્વારા 3 તાલુકા ના કર્મચારીઓ ની તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવી કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ છે.

આપના ન્યૂઝ ૯૯૦૯૯૩૧૫૬૦ પર મોકલો,

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply