આજનાં યુવાનો તમાકુના સેવન કરવા આકર્ષાય છે:કુંજવિહારી સ્વામી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજે તા:૩૧/૫/૨૦૧૯નાં રોજ “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાડજના રાધે ક્રિષ્ન મંદિરના કુંજવિહારી સ્વામીએ વક્તવ્ય આપ્યુ હતું. તેમણે કયું હતું કે તમાકુની કંપનીઓની જાહેરાતો યુવાનોને આકર્ષે છે અને તેનાથી યુવાનો તમાકુના બંધાણી થઇ જાય છે. જેના પરિણામે આજની પેઢી તથા તેમના કુટુંબો બરબાદ થઇ જાય છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કયું હતું કે સરકારે તમાકુના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી દેશનું યુવાધન કેન્સર જેવા મહારોગથી બચી શકે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા શપથ લીધા હતા કે હું ક્યારેય તમાકુનું સેવન કરીશ નહિ. કોલેજનાં સિનિયર પ્રોફેસર પંકજ રાવલે આભારવિધી કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •