આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગર સંલગ્ન બી.એડ. અભ્યાસક્રમ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે શરુ થયો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય પ્રમાણે ગુજરાત રાજ્યની ૧૯ D.I.E.T. (જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન) ના બી.એડ. એકમનું જોડાણ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯ થી I . I . T . E ( India Institute of Teacher Education સાથે થયેલ છે . જી . સી . ઈ . આર . ટી . , ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એ એક એવી સંસ્થા છે કે જે સીધાજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ છે . શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ નવા અભિગમો તથા નવીન પ્રવૃતિઓનો લાભ આ સંસ્થામાંથી મળવાપાત્ર છે . આપના પાલ્ય / પાલ્યાને અનુભવી અધ્યાપકો દ્વારા ઉત્તમ માર્ગદર્શન તથા તદ્દન નજીવી શિક્ષણ ફી દ્વારા એક શિક્ષક તરીકેનાં ઉત્કૃષ્ટ અનુભવો સાથેનું શિક્ષણ આ સંસ્થામાં આપવામાં આવે છે . જેનું ઓનલાઈન ફોર્મ www.iite.ac.in પર ભરીને તેની પ્રિન્ટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , આશિષ સોસાયટી રોડ , પીતાંબર તળાવ પાસે , પાટણ ખાતે રૂબરૂ તા : ૨૮ / ૦૫ / ૨૦૧૯ સુધીમાં જમા કરાવાના રહેશે . વધુ માહિતી માટે મો : ૮૧૨૮૩૧૧૯૦૭ નંબર ઉપર સંપર્ક કરવો .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •