મુખ્યમંત્રીશ્રીની વહીવટીતંત્રને સૂચના
મોટા શહેરો, જિલ્લા મથકોના કેન્દ્રોમાં હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અને આપદા પ્રબંધનની અસરકારકતા અંગે ઉચ્ચસ્તરીય ટીમ વ્યાપક તપાસ હાથ ધરશે
…………………….
તપાસ ટીમનો અહેવાલ મુખ્ય સચિવને અપાશે : મુખ્ય સચિવ જાતે આ તપાસની દેખરેખ રાખશે
…………………….
સુરતની આગની દુર્ઘટના ના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવાશે
…………………….
મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાને પગલે રાજ્યના મોટા શહેરો તથા જિલ્લા મથકો સુધીના કેન્દ્રોમાં આવેલી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને આપદા પ્રબંધનના સાધનો વસાવવામાં આવ્યા છે કે કેમ ? તેમજ રાજ્ય સરકારના આદેશોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની સધન તપાસના આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તમામ સ્થળોની ફાયર સેફ્ટી, આપદા પ્રબંધન અને ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ વ્યાપક પણે ચકાસવા ફાયર નિષ્ણાંતો, માર્ગ-મકાનના કાર્યપાલક ઇજનેર, મ્યુનિસિપાલિટી અને મહાનગર પાલિકાના સંબંધિત અધિકારીઓની ટીમ તાકીદે તપાસ હાથ ધરીને રાજ્યના મુખ્ય સચિવને અહેવાલ આપશે તેમજ મુખ્ય સચિવ જાતે આ વ્યાપક તપાસની દેખરેખ રાખશે તેવી સુચનાઓ પણ
આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરતની આ આગની દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને આ ઘટનામાં જવાબદાર પરિબળો અને કારણોના મૂળ સુધી પહોંચવા ફોરેન્સીક સાયન્સ એક્સપર્ટની મદદ લેવા માટેના પણ આદેશો કર્યા છે.
Please send your news on 9909931560