*જેટ એરવેઝ બંધ થઈ અને નોકરીના વલખા*…… *એક કર્મચારીનો આપઘાત ..*.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત

*જેટ એરવેઝ બંધ થઈ અને નોકરીના વલખા*……
*એક કર્મચારીનો આપઘાત ..*.
*શું જેટ એરવેયઝના એક પણ કર્મચારીમાં અન્ય કોઈ કામ કરવાની આવડત નથી ….*
માની લીધું કે જેટ એરવેઝ મેનેજમેન્ટની ણઆવડતને લીધે બંધ થઈ અને કર્મચારીઓનો પગાર ન થયો અને કર્મચારીઓ રોજબરોજ રડારોળ કરી રહ્યા છે …અમને બચાવો …અમારી પાસે પૈસા નથી, હપ્તા ક્યાંથી ચૂકવીશું તો એકે વળી ગઈ ડિપ્રેશનમાં આવી ગઈકાલે આપઘાત કર્યો …
*કેમ ભાઈ આપઘાત …ડિપ્રેશન , .???*
ભારતદેશમાં દરરોજ સેંકડો કર્મચારી નોકરી ગુમાવે છે , કરોડો લોકો રોજનું કમાઈ ને રોજનું ખાઈ છે , એમને કેમ આર્થિક પરિસ્થિતિને લીધે તણાવ નથી આવતો ..??કેમ તેઓ મીડિયા સમક્ષ હૈયાવરાળ નથી ઠાલવતા કેમ કે તેમને પોતાની જાત ઉપર ભરોસો છે , પોતાની ખુમારી અને કોઈ પણ કામ કરવાની ક્ષમતા ઉપર ભરોસો છે ….
જેટ કંપનીના કર્મચારી તણાવમાં આવી ગયા છે કેમ કે તેમની પાસે બચત કે બહુકૌશલ્ય નથી …..ઊંચી કમાણી ની સાથે ફાંકો રાખવામાં અને પોતાની દંભી લાઈફ સ્ટાઇલ ચિતરવાના પ્રયત્ન માં તેમણે કદી બચત ઉપર મહત્વ ન આપ્યું કે જે આપણા બાપદાદા કહેતા હતા કે તમારી કમાણી નો 30 ટકા હિસ્સો બચતમાં જવો જ જોઈ એ …..
આ સાદી સમજ માત્ર જેટના કર્મચારીઓ એ નહીં સરકારી નોકરી સિવાયના અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિએ સમજવી જોઈ એ…
હાલમાં સમાજનો બહોળો વર્ગ દેખાદેખી ,દંભ અને બીનજરૂરી દેખાડામાં અનાવશ્યક બીલકુલ બિનજરૂરી ખર્ચાઓ કરી બચતને નામે મીંડું રાખે છે ….
બ્રાન્ડ અને બિનજરૂરી વસ્તુઓની ઉધાર ( ક્રેડિટ કાર્ડ) અથવા બચત તોડીને પણ ખરીદી કરી પોતે પણ સમાજના અમીર વર્ગનો ભાગ છે એવું સમજે છે ….ક્ષમતા ન હોવા છતાં 12હજારના શૂઝ, 3 હજારની t shirt કે 2 લાખના બાઇક ખરીદવામાં હોશિયારી સમજતા આવા ઘેલાઓ કદી ભવિષ્યનો વિચાર નથી કરતા ….અને નોકરી ન હોય તેવા સમય માં ટકી રહેવા માટેનું પાયાની બચત સુધ્ધાં નથી હોતી કે નથી કોઈ અન્ય કૌશલ્ય શીખતાં …
…તમારા શોખ ભલે પુરા કરો પણ એક સક્ષમ બચત રાખીને કે જેથી આ રીતે આપઘાત ન કરવો પડે ..કે નોકરી નથીની રડારોળ ન કરવી પડે કે લોકોની સહાનુભૂતિ નહીં લેવી પડે …
*જરા વિચારો તમારા ઘરમાં બેઝિક ખર્ચો કેટલો છે* અને *દેખાદેખી નો કેટલો છે*……
બાઇકની જરૂરિયાત હોવી એ બેઝિક છે પણ 3 લાખની બાઈક હોવી એ બિનજરૂરી છે …એ ધ્યાનમાં રાખજો ….
સમજી શકશો કે બેઝિક ખર્ચો તમારી આવકના 50 ટકા ની અંદર જ હશે ….અને બાકીનો ખર્ચ બિલકુલ બિનજરૂરી હશે ..
આજે કોઈ બાપ પોતાના સંતાનોને આ વાત સમજાવે છે ત્યારે એમ ને બાપ out of date લાગે છે …..22/24 વર્ષના સામાન્ય આવક ધરાવતા છોકરાઓ જ્યારે ક્રેડિટકાર્ડનો વ્યાપક ઉપયોગ કરતા થયા છે અને 24થી 36 ટકા વ્યાજના દૂષણમાં સંડોવાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવા short cut મારતો થઈ જાય છે ….
જ્યારે આપણે કોઈ બિનજરૂરી ચીજ કે ક્ષમતા ન હોવા છતાં અતિશય મોંઘી ચીજ ખરીદતા હોઈ એ છીએ ત્યારે આપણે વાસ્તવમાં *એ ચીજ નથી ખરીદતા હોતા પણ feelings ખરીદતા હોઈ એ છીએ*….એ ચીજ તરતજ out dated થઈ જાય છે અને ફીલિંગ્સ ફરી નવી ખરીદીમાટે જાગૃત થઈ જાય છે ….અને આ ચક્ર ફરતું જ રહે છે ……
વર્તમાન માહોલમાં દરેક ને ગમતી નોકરી શક્ય નથી જ અને ખાસ કરીને દરેકે હવે multi skill કેળવવી જ રહી …કે કોઈ એક ક્ષેત્રમાં સંકટ આવે તો એ સંજોગોમાં તમે ટકી રહો …….
*આપઘાત ન કરવા પડે !!!*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •