પત્ની બધાને છોડી શકે છે પરંતુ પતિને ક્યારેય નથી છોડી શકતી, દરેક પતિ-પત્નીએ અચૂક વાંચવું

ગુજરાત ભારત સમાચાર

એક કોલોનીમાં એક પાર્ટીનું આયોજન થયું જેમાં કોલોનીના બધા જ દંપતીઓને બોલાવવામાં આવ્યા. સાંજ નો સમય હતો બધા જ લોકો પોતાની ઓફીસ થી આવ્યા બાદ તૈયાર થઈને સીધા પાર્ટીમાં પહોંચી ગયા. બધા એકબીજા સાથે મળ્યા અને રાતનું જમવાનું પણ જમ્યા પછી એક વૃદ્ધ વ્યક્તિ પાર્ટીમાં આવ્યા અને તેઓએ કહ્યું કે આજે આપણે આ પાર્ટી રાખી છે તે એક વિશેષ પાર્ટી છે. આજે આપણે કંઈક નવું કરવાના છીએ. આખો દિવસ તો એમ જ ઓફિસના કામમાં જતો રહે છે, ચાલો આજે આપણે એક ગેમ રમીએ.

વૃદ્ધિ વ્યક્તિએ એક વ્હાઇટ બોર્ડ મંગાવ્યું અને પાર્ટી માંથી એક મહિલાને પસંદ કરી. પછી મહિલાને કહ્યું કે આ બોર્ડ પર 20 એવા નામ લખો જેને તમે પ્રેમ કરો છો અને જો તમારા પોતાના છે. એ મહિલાએ પોતાના માં પિતા પતિ બાળકો અને સગા-સંબંધીઓ તથા પાડોશીઓના નામ લખ્યા. હવે તે વૃદ્ધ વ્યક્તિ થોડું હસ્યા અને બોલ્યા કે ચાલો હવે આમાંથી એવા છ નામ કાઢી નાખો જેને તમે ઓછા પસંદ કરો છો અને જેમના વગર તમે આસાનીથી રહી શકો છો. મહિલા થોડા વિચારમાં પડી પરંતુ વૃદ્ધ વ્યક્તિ થોડું જોર આપ્યું તો મહિલાએ પોતાના પાડોશીના નામ કાઢી નાખ્યા.

બધા જ લોકો ધ્યાનથી આ બધું જોઈ રહ્યા હતા. હવે એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે આમાંથી વધુ દસ નામ કાઢી નાખો જેને તમે ઓછો પ્રેમ કરતા હોય. મહિલાએ ફરી પોતાના સગા સંબંધીઓના નામ તેમાંથી કાઢી નાખ્યા. હવે બોર્ડ પર ફક્ત ચાર નામ જ બચેલા હતા, માતા પિતા પતિ અને બાળકો. બધા જ લોકો નું ધ્યાન હવે એ વૃદ્ધ વ્યક્તિ અને મહિલા પર કેન્દ્રિત હતું. વૃદ્ધ વ્યક્તિ ફરી વિનંતી કરી કે આમાંથી વધુ બે નામ કાઢી નાખો. હવે એ મહિલા ખૂબ જ દૂધમાં ફસાઈ ચૂકી હતી. ગેમ તો એ મહિલા રમી રહી હતી પરંતુ ત્યાં ઉપસ્થિત બધા જ લોકોના શ્વાસ જાણે કે અટકી ચૂક્યા હતા.

બહુ જોર દેવા પર મહિલાએ રડતા રડતા પોતાના મા અને બાપ નું નામ બોર્ડ પરથી કાઢી નાખ્યું. હવે બોર્ડ પર ફક્ત બે જણા હતા પતિ અને બાળક. હવે વૃદ્ધ વ્યક્તિ ફરી કહ્યું, “શાબાશ દીકરી, ચાલો હવે આમાંથી એક નામ વધારે કાઢી નાખો.” એ મહિલા ખૂબ જ અસમંજસ માં ફસાઈ ચૂકી હતી પરંતુ વૃદ્ધિ વ્યક્તિએ દિલાસો આપ્યો કે આ ફક્ત એક ગેમ છે અને તું વધારે એક નામ કાઢી નાખ. મહિલા આગળ વધી અને પોતાના બાળકનું નામ કાઢી નાખ્યું. હવે બોર્ડ પર ફક્ત તેના પતિનું નામ હતું. હવે વૃદ્ધ વ્યક્તિએ એ મહિલાને પોતાની સીટ પર બેસવા માટે કહ્યું તને ત્યાં બેઠેલા બધા જ લોકોને વૃદ્ધ વ્યક્તિ એ સવાલ કર્યો કે એવું શા માટે બન્યું કે ફક્ત તેના પતિનું નામ જ બોર્ડ પર રહી ગયું? પરંતુ કોઈએ કંઈપણ જવાબ આપ્યો નહીં.

વૃદ્ધ વ્યક્તિ એ ફરીથી એ મહિલાને બોલાવી અને પૂછ્યું કે શા માટે તેણે પોતાના પતિનું નામ બોર્ડ પર છોડ્યું? તમારા માતા-પિતા એ તમને જન્મ આપ્યો છે તમે તેમનું નામ પણ કાઢી નાખ્યું અને જે બાળકોને તમે પોતે જન્મ આપ્યો છે તેમનું નામ પણ કાઢી નાખ્યું, આવું શા માટે?

મહિલા બોલી, “સર, હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું પરંતુ મારા માતા-પિતા વૃદ્ધ થઈ ચૂક્યા છે અને તેઓ ખૂબ જલ્દી મને છોડીને ચાલ્યા જશે. હું મારા દીકરાને પ્રેમ કરું છું પરંતુ ખબર નહીં મોટો થઈને એ ક્યારે મારો સાથ છોડી દે. પરંતુ મારા પતિ ત્યાં સુધી મારો સાથ આપશે જ્યાં સુધી હું જીવિત છું. હું તેમની અર્ધાંગિની છું, તેઓ મારું અડધું શરીર બનીને મારો સાથ આપશે અને જીવનભર મારા દરેક સુખ-દુઃખમાં મને સાથ આપશે. એટલા માટે મને મારા પતિ સૌથી વધારે પ્રિય છે.

મહિલાની વાત સાંભળીને સમગ્ર માહોલ માં તાળીઓનો ગડગડાટ ગુંજવા લાગ્યો. બધા જ લોકો એ મહિલાના વિચારોની પ્રશંસા કરવા લાગ્યા હતા. ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, “આ તો ફક્ત આપણે ગેમ રમ્યા હતા, પરંતુ આ ગેમ ની અંદર તમારા જીવનની એક હકીકત છુપાયેલી છે.” પતિ અને પત્ની એકબીજાનું અડધું શરીર હોય છે અને એકબીજા વગર જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે બધા જ પતિ-પત્નીઓ ને જરૂર હોય છે કે એકબીજાના પ્રેમનું સન્માન કરે અને દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવે, ત્યારે જ લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે.

મિત્રો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો પોતાનો કિંમતી વિચાર અમારા સુધી પહોંચાડવાનો ન ભૂલતા. નીચે કોમેન્ટ બોક્સ તમારી રાહ જોઈ રહ્યું છે, ત્યાં જાઓ અને પોતાના કિમતી વિચાર લખીને અમને મોકલી આપો. ધન્યવાદ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply