યુવતિએ પ્રેમીને સ્પષ્ટ કહી દિધુ કે તું પહેલા દેશ હિતમાં મતદાન કર પછી કરીશુ પ્રેમની વાત લેખકઃ નીલકંઠ વાસુકિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સરકારી વિભાગો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને મહત્તમ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. શાળા કોલેજ અને ગામ કે નગરના વિવિધ મહોલ્લાઓમાં મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સરકારી વિભાગો ઉપરાંત કેટલાક સ્વૌચ્છિક સ્વયંસેવકો દ્વારા પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે અને તેમાં ખાસ કરીને યુવાવર્ગ પણ જોડાઈ રહ્યો છે. આવી જ એક યુવતી એટલે રીમા. રીમા હંમેશા મત આપવાનો આગ્રહ રાખે છે અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે સતત પ્રેરણા પુરૂ પાડી રહી છે. રીમા જ્યારે કોલેજમાં અભ્યાસ કરી રહી છે ત્યારે તે કોલેજ ઉપરાંત કોલેજના આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને યુવા મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરતી રહે છે. જો કોઈ વ્યક્તિ મત આપવાનો ઈનકાર કરે તો રીમા તે વ્યક્તિ સાથે સતત સંવાદ કરીને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવે છે અને રીમાની સમજાવટના કારણે તે વ્યક્તિ મત આપવા માટે માની જાય છે. રીમા જ્યારે કોલેજમાં અભ્યાસ કરી રહી છે ત્યારે તે જયેશ નામના યુવકના સંપર્કમાં આવે છે અને જયેશ સાથે સતત સંવાદ સંપર્કના કારણે રીમા જયેશ ને પ્રેમ કરવા લાગે છે. સામે જયેશ પણ રીમાને પ્રેમ કરે છે પરંતુ પ્રેમનો એકરાર કરતાં થોડો ડરે છે. જ્યારે રીમાને ખબર પડે છે કે જયેશ તેને પ્રેમ કરે છે તો તે જયેશ ને સીધુ જ પૂછી લે છે કે શું તું મને પ્રેમ કરે છે? આ સાંભળીને થોડીવાર માટે જયેશ સ્તબ્ધ થઈ જાય છે અને થોડું વિચારી જવાબ આપે છે કે હા હું તને પ્રેમ કરૂ છું. ત્યારે રીમાએ કહ્યું કે જો તું મને પ્રેમ કરે છે તો રાહ કોની જોતો હતો. જયેશે કહ્યુ કે, હું ઇચ્છતો ન હતો કે હું મારી દોસ્ત ને ગુમાવુ, મને ડર હતો કે જો તું પ્રેમની ના પાડીશ અને દોસ્તી તોડી દઈશ. આ સાંભળીને રીમાએ કહ્યું દોસ્તી અને પ્રેમમાં ડર રાખવાનો ન હોય. તેમાં તો વિશ્વાસ જ હોય. આવી રીતે રીમા અને જયેશ પાકા દોસ્ત માંથી હવે પ્રેમી બની ગયા છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે અને જયેશ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત બની ગયો છે તેમ છતાં પણ સમય કાઢીને રીમા સાથે પ્રેમની વાતો કરી રહ્યો છે.
લોકસભાની ચૂંટણીના માહોલની વચ્ચે રીમાએ જયેશ ને કહ્યું કે ચાલ આપણે સાથે મળીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવીએ ત્યારે જયેશ એ કહ્યું કે આપણે જ્યારે કોલેજમાં હતા ત્યારે તો આપણી પાસે સમય હોવાથી આપણે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી શકતા હતા. પરંતુ હવે મારા માથે પારિવારિક જવાબદારીઓ હોવાથી વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવું મારા માટે થોડું મુશ્કેલ છે પરંતુ હું મારા વ્યવસાયના સ્થાન પર મારા સંપર્કમાં આવતા તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને રાષ્ટ્રની સેવા કરી શકે તેવા ઉત્તમ વડાપ્રધાનની પસંદગી માટે સતત પ્રોત્સાહિત કરીશ ત્યારે રીમાએ કહ્યું કે તું તારા વ્યવસાયના સ્થાન ઉપર મતદાન જાગૃતિનું કામ કરજે અને હું શાળા-કોલેજ અને સોસાયટી મહોલ્લાઓમાં જઈ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીશ. આ સાથે રીમાએ એમ પણ કહ્યું કે ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણા પ્રેમના સંબંધમાં આચારસંહિતા લાગુ રહેશે. જયેશ એ કહ્યું કે પ્રેમના સંબંધમાં તો કેવી આચારસંહિતા? ત્યારે રીમાએ હસીને કહ્યું કે હું મતદાન જાગૃતિ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે ચૂંટણી સુધી તારી સાથે મોબાઇલ પર લાંબો સમય વાત નહીં કરી શકું કે સાથે બેસીને બહુ પ્રેમની વાત નહીં કરી શકીએ કેમ કે હું રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાયેલી હોઈશ. ભારતની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણના કાર્યમાં જોડાયેલી હોઈશ. આ સાંભળીને જયેશ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો કે સારું છે કે પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે અને આ વખતે તો સ્થિર સરકાર પણ હતી નહીંતર તો પ્રેમમાં મારે તો વારંવાર આચારસંહિતાનો સામનો કરવો પડત. જયેશ સાથે થોડી વાતચીત કરી રીમા પોતાનું કામ કરવા માટે નીકળી પડે છે અને પોતાની સાથે થોડાક યુવક યુવતીઓને લઈ નજીકની સોસાયટીમાં જાય છે અને સોસાયટીના ઘરે ઘરે ફરી તમામ લોકોને રાષ્ટ્રહિતમાં મતદાન કરવા માટે અપીલ કરી રહી છે. સોસાયટીના ચોગાનમાં રીમા બધા લોકોને એકઠા કરે છે અને ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર રાષ્ટ્રહિતમાં મતદાન કરવા માટે અપીલ કરે છે. રીમા તમામ મતદારોને સંકલ્પ લેવડાવે છે કે, “હું, ભારતનો નાગરિક, લોકશાહી તંત્રમાં – નિરંતર શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાય તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશ તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વગર રાષ્ટ્રહિતમાં મતદાન કરીશ.” થોડા દિવસોમાં જ રીમાની સાથે અનેક યુવક-યુવતીઓ જોડાઈ છે અને મતદાન જાગૃતિના આ ઉમદા કાર્યમાં લાગી જાય છે. આ દરમ્યાન શૈલેશ નામનો યુવક રીમાને મળે છે અને કહે છે કે, આ વખતની ચુટણીમાં મને તો એક પણ મત આપવા જેવો સારો ઉમેદવાર લાગતો ન હોવાથી હું મત આપવા માટે જવાનો નથી ત્યારે રીમાએ શૈલેશને સમજાવતા જણાવ્યુ કે, ચુંટણીમાં જે ઉમેદવારો ઉભા રહ્યા હોય તેમાથી શ્રેષ્ઠ લાગે તેને મત આપવો જોઇએ. શૈલેશે રીમાને ફરી પ્રશ્ન કર્યો કે તમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો તો તમે જ મને એ જણાવો કે હું ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરૂ ત્યારે રીમાએ કહ્યું કે તમારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સંસ્કૃતિક સંવર્ધન, કાશી નગરનો કાયાકલ્પ, એક ભારત શ્રેષ્ઠ ભારત, ગો સેવા, વિદેશ નીતિ, જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન, મહાપુરુષોનું સન્માન, રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા, નક્સલ પ્રભાવિત પ્રદેશોમાં પણ થયેલ વિકાસ, એન.જી.ઓ ને મળતી વિદેશી આર્થિક સહાયતા પર હવે રોક, શ્રી રામ મંદિર નિર્માણ, રાષ્ટ્રની એકતા જેવા વિષયો ને ધ્યાનમાં રાખીને અવશ્ય મતદાન કરવુ જોઇએ. આ સાંભળીને શૈલેશે હસતા મોઢે કહ્યુ કે, રીમાબહેન હું આ વખતની લોકસભાની ચુટણીમાં દેશહિતમાં અવશ્ય મતદાન કરીશ અને મારા પાડીશો તથા મારા સંપર્કિત તમામ લોકોને રાષ્ટ્રહીતમાં મતદાન કરાવીશ. રીમાની મહેનત રંગ લાવે છે અને જે લોકો મત આપવા જવાની ના પડી રહ્યા છે તેવા લોકો પણ દેશના સૌથી મોટા તહેવાર એવા ચુંટણી મહાપર્વમાં મતાધીતાકારનો ઉપયોગ કરવા અને સો ટકા મતદાન માટે જાગૃત થઇ રહ્યા છે. રીમા મતદારાની વચ્ચે રહીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહી હોવાથી પ્રેમી જયેશ સાથે અનેક દિવસ સુધી વાત પણ કરી શકતી નથી. જેથી જયેશ ખુબ વ્યાકુળ બની જાય છે અને રીમાને ખુબ જ યાદ કરી રહ્યો છે. લોકસભાની ચુટણીના એક અઠવાડીયા પહેલા જ્યારે જયેશ રીમાને ફોન કરે છે અને પ્રેમની વાતો કરવાનો પ્રયાસ કરે છે ત્યારે રીમા જયેશને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, હું અત્યારે રાષ્ટ્ર નિર્માણના ચુંટણી મહાપર્વમાં વ્યસ્ત છુ અને તું પહેલા દેશ હિતમાં મતદાન કર પછી કરીશુ પ્રેમની વાત. રીમાના આ શબ્દો કે “પહેલા રાષ્ટ્ર અને પછી પ્રેમ” સાંભળીને જયેશ પણ ખુબ પ્રભાવીત થાય છે અને પોતાના વ્યવસાયની ચિંતા કર્યા વગર મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઇ જાય છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply