આઈજી માતાના મંદિરની અખંડ જ્યોતથી કેસર નીકળે છે જાણો આ ચમત્કારિક માતાના દરબાર વિશે !! – ધમેઁશ અશોકભાઈ કાળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ભારત વિવિધતાનો દેશ રહ્યો છે. સમગ્ર દેશ ભક્તિભાવથી ભરેલો છે. અને સાતે સાથે એવી જગ્યાઓ છે જ્યાં આજે વૈજ્ઞાનિકને પણ વિચારવા મજબૂર કરી મૂક્યા છે. વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ નીકળી જાય પરંતુ ભારતના કેટલાક સ્થળોથી તે ઘણું પાછળ રહેશે, એ વાતનું સાક્ષી આ મંદિર અને તેનો ચમત્કાર પૂરે છે. તો ચાલો જાણીએ રાજસ્થાનમાં આવેલ એ ચમત્કારિક મંદિર વિશેઅહીં માતાનું મંદિર છે, જ્યાં અખંડ જ્યોત ચાલે છે અને એમાથી કેસર બહાર આવે છે. કેસર એવું કે જેને આંખે લગાવવાથી જ શરીરના બધા જ રોગો મટી જાય છે. માન્યતા એવી છે કે 550 વર્ષ પહેલાં, માતાની આ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. અને તે જ્યોત આજે જોધપુરના બિલાડા ના એક મંદિરમાં પ્રજાવલ્લિત છે.ગુજરાતના અંબાપુરમાં ભાદરવા સુદ બીજને શનિવાર ૧૪૭૨ માતાજીનો જન્મ થયો હતો, માતાનુ નામ લક્ષ્મીબાઈ અને
પિતાનુ નામ બિકાજી સીરવી ના ઘરે થયો હતો.આઈજી માં નુ બાળપણ નુ નામ જીજીબાઈ હતું.જે આવવાથી આનંદ એટલે આઈજી માં નામ પળુ.માતા દુર્ગાના અવતાર અંબાપુરમાં ઘણા ચમત્કારો પછી, શ્રી આઇ માતા જી ભ્રમણ કરતી વખતે બિલાડાની મુલાકાત લીધી. મંદિર દેશ અને દુનિયાના કેશર જ્યોતિ મંદિરના નામે ઓળખાય છે.તેમના આશીર્વાદજી એ તમામ ગુણધર્મોને અનુસરે છે. આ ઉપદેશોને સાંભળ્યા પછી એક દિવસ તે હજારો ભક્તો એ અખંડ જ્યોતમાં વિલીન થઈ ગયા. આજે એ જ અખંડ જ્યોતમાંથી કેસર નીકળે છે. , જે મંદિરમાં માતાની હાજરી હોવાનો પુરાવો છે.માન્યતાઓ અનુસાર, આ શાશ્વત અખંડ જ્યોતના દર્શનથી જ બધા દુખ દર્દ દૂર થઈ જાય છે. 1556માં બનેલ આ મંદિરમાં એક ગાદી છે. જેની પૂજા ભક્તો સદીઓથી કરતાં આવ્યા છે. અહીં માતાની એક માત્ર તસવીર છે જે ગાદી પર બિરાજમાન છે. માતાના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આ સ્થળ પર આવે છે. લોકો માને છે કે જ્યોતમાંથી નીકળતું કેસર આંખે આંજવાથી બધા જ રોગોમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને, નવરાત્રી અને ભાદરવા બીજાને દિવસે અહીંયા ઘણા ભક્તો આવે છે.સંગેમરમરના બનેલા મંદિરની ભવ્યતા માત્ર જોવાથી જ ખ્યાલ આવે છે. મંદિરમાં પહોંચીને મનમાં ખૂબ જ શાંતિનો અહેસાસ થાય છે અને આખી દુનિયાના સ્વર્ગનો અનુભવ થાય છે. અને સવારે સાંજે જ્યારે આરતી થાય છે ત્યારે મંદિરનો માહોલ જોવા લાયક હોય છે.માન્યતા અનુસાર, દિવાન વંશના રાજા માધવ અચાનક ક્યાંક અદ્રશ્ય થઇ ગયા. તેમને ગોતવા તેમની માતાગયા. આ ગામમાં રાજા માધવ તેની માતાને મળી આવ્યો હતો. માધવજી ના પુત્ર ગોવિંદદાસ
આઈ પંથ ના પહેલા દિવાન છે એટલે
માં આઈજી ગોવિંદ દાસજી ને તિલક કરીને પોતાની ગાંદી બેસાડી આઈ પંથની
આગળ વધારવાની જવાબદારી સોંપી.
હજારો ભક્તો ની સામે અખંડ જ્યોત મા વિલીંન થય ગયા. એ સમયથી ત્યારથી આ મંદિરમાં પ્રજ્વલલિત છે એ અખંડ જ્યોત, જેને પૂરા 550 વર્ષ થયા છે.લોકો માને છે કે આ જ્યોતમાંથી નીકળી રહેલ પદાર્થ કેસર છે.હાલના દિવાન શ્રી માધવસિંહ
રાઠોડ કુળ પરંપરા મુજબ આઈ પંથ ને
આગળ વધારે છેભક્તો અહીંયા નિમચ અને મંદો સૌરથી બસમાં બેસીને પહોંચી શકે છે. માતાના દર્શન કરવા આસપાસના શહેરોમાંથી અને રાજ્યોમાંથી ભક્તો આવે છે. હજારો લોકો અહીં આવીને પૂજા કરે છે ને પ્રાર્થના કરે છે. લોકોની માનતા પૂરી થાય કે માતાને મન્નત પણ ચઢાવે છે.ભાઈચારાનું પ્રતિક છે આ માતાનું મંદિર
મંદિરના દીવાન માધો સિંહ જણાવી રહયા છે કે, અહીંયા 37 કોમના લોકો દર્શન કરવા માટે આવે છે. જેમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ આવે છે. અહીંયા પાકિસ્તાનના મુસ્લિમ પરિવારો પણ માતાના દર્શન કરવા આવે છે ને ધન્યતા અનુભવે છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈની જેમ રહે છે. આઈ માતાએ
આઈ પંથ માં જોડાવા માટે ૧૧ નિયમની
સુતરના દોરા મા ગાઠ વાળી પુરુષે જમણા હાથ અને સ્ત્રી ગળામાં ધારણ
કરાવો. આવો જાણીએ આઈજી માતા એ આપેલ ૧૧ નિયમ – ૧નિયમ સત્ય બોલવુ
૨ નિયમ દિકરી ને પરણાવતી વખતે પૈસા
( દેસ )નો લેવા ૩ નિયમ વ્યાજે પૈસા નો
લેવા ૪ નિયમ પરસ્ત્રી ઉપર ખરાબ નજર
ના કરવી ૫ નિયમ માં-બાપની સેવા કરવી
૬ નિયમ દારૂ વગેરે નશીલા પદાર્થો નો વ્યસન નો કરવુ, ૭ નિયમ ગુરુ ની આજ્ઞા નુ
પાલન કરવુ , ૮ નિયમ મહેમાન ખુબ આદર સાથે સાચવવા ,૯ નિયમ જુગાર નો
રમવો, ૧૦ નિયમ પોતાના હિત ના રસ્તે
ચાલો, ૧૧ નિયમ સાચા રસ્તે ચાલો.
આ આગિયા નિયમ મા શાસ્ત્ર,વેદ અને
પુરાણ આવી જાય છે. ધર્મોનું ઉતમ પ્રતિક
છે.રાજસ્થાનના જોધપુર જિલ્લાના બીલાડા ગામમાં શ્રી આઇ. માતા જીનું પવિત્ર નગર આવેલું છે. બિલાડા, જોધપુરથી 80 કિલોમીટર, જયપુર રોડ પર આવેલું છે. બિલાડા સમગ્ર ભારતમાં શ્રી આઇ માતાજીના પવિત્ર શહેર તરીકે જાણીતું છે.આઈ માતાજીનું વિશ્વનું પ્રખ્યાત મંદિર તીર્થ ધામ માનવામાં આવે છે. માતાના આ મંદિરમાં દિવાની જ્યોતમાંથી નીકળતા કેસરને કાજળની જેમ આંખે લગાવવામાં આવે છે. આ મંદિર પ્રાચીન છે.ભક્તો અનુસાર અહીંયા માતા આઈ હતા.એટલે આ મંદિરને આઈ જી માતાના નામથી ઓળખવામાં આવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply