આ લાભ તાંબાની વીંટી પહેરવાથી પણ મળે છે.- ધમેઁશ અશોકભાઈ કાળા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

તાંબુ એક એવું ધાતુ છે કે તેની વીંટીને આંગળીમાં ધારણ કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સફળતા મળે છે. તાંબાની વીંટી જે લોકોને સૂર્ય અને મંગળ કમજોર હોય તે વ્યક્તિએ ધારણ કરવી જોઈએ. તે લોકો તાંબાની વીંટી ધારણ કરે તો જલ્દી અસર દેખાશે.

ત્વચા સંબંધિત કોઈ પણ બીમારી હોય તેમાં તાંબાની વીંટી ધારણ કરવી જોઈએ. જો તાંબાની વીંટી પહેરવામાં આવે તો કોઈ પણ પ્રકારની એલર્જી કે બીમારીઓ નથી થતી. એટલે કે તાંબાની વીંટી આપણા માટે કે વરદાન રૂપ જ ગણાય છે. તાંબાનો સંબંધ સીધો સૂર્ય સાથે હોય છે એટલે જે વ્યક્તિ તાંબાની વીંટી ધારણ કરે તેને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
તાંબાની વીંટી વ્યક્તિની પ્રસિદ્ધિને વધારવા માટે પણ ખુબ જ મદદગાર હોય છે. જો તમને રાત્રે ડરાવના સપનાઓ આવતા હોય તો તમારે તાંબાની વીંટી ધારણ કરાવી જોઈએ. તાંબાની વીંટી પહેરવાથી ડરાવના સપના નથી આવતા અને તમારા મગજમાં સકારાત્મકતા ફેલાવા લાગશે.
તમારી કુંડળીમાં સુર્યદોષ હોય તો જલ્દીથી તાંબાની વીંટી ધારણ કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે તાંબુ શાંત પ્રકૃતિનું હોય છે અને આપણી અંદર રહેલી ગરમીને દુર કરે છે. તાંબુ ધારણ કરવાથી આપણું મન આપણા કંટ્રોલમાં આવી જાય છે અને શાંતિ પણ અનુભવે છે.
આ વીટી જમણા હાથની ટચલી પછીની બીજી આંગળીમાં ધારણ કરવી જોઈએ તાંબાની અંગૂઠીની અસર પેટથી જોડાયેલી બીમારીઓમાં પણ રાહત મળી શકે છે.

તાંબુ સતત સ્કીનમાં સંપર્કમાં રહે છે, જેનાથી સ્કીનની ચમક વધે છે.

આયુર્વેદ અનુસાર તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •