વરરાજાએ દહેજના ૪ કરોડ રૂપિયાનો અસ્વીકાર કર્યો અને ફક્ત ૧ રૂપિયો લઈને કહ્યું,તમારી દિકરી જ સૌથી મોટી સંપતિ છે. – કેડીભટ્ટ.

ગુજરાત ભારત સમાચાર

જેમ કે તમે જાણો જ છો કે અત્યારે લગ્નનો માહોલ ખૂબ જોરશોર થી ચાલી રહ્યો છે. સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલીવુડમાં પણ અત્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને બોલીવુડના ખ્યાતનામ સિતારાઓના મોંઘા લગ્નો અત્યારે સમાચારોમાં છવાયેલા છે.

આમ જોઇયે બોલીવુડની આ મોંઘા લગ્નોની નોંધ અને સમાચાર પૂરા વિશ્વના મીડિયામાં છવાયેલા છે પરંતુ આજે અમે તમને એવાં લગ્ન વિશે જણાવીશું જે સાવ સામાન્ય રીતે કરવામાં આવ્યા અને ફક્ત એટલુ જ નહીં પરંતુ કોઈપણ જાતના દહેજ લીધા વગર આ લગ્ન પૂર્ણ થયા.

આપણે દરરોજ સાંભળતા જ હોઈએ છીએ કે દહેજને કારણે ઘણી દિકરીઓને પોતાની આહુતિ આપવી પડે છે. એવું પણ સાંભળવા મળે છે કે દીકરીને સાસરિયાં માંથી કાઢી મૂકવામાં આવી કે સળગાવી દેવામાં આવી. આવા સમાચારો તો જાણે હવે સામાન્ય થતાં જાય છે.

પરંતુ એક પ્રસંગ એવો પણ છે જે હાલ દેશ માટે એક ઉદાહરણરૂપ બની ગયો છે અને નોંધ દરેક જગ્યાએ લેવાઈ રહી છે. આ હરિયાણાનો મામલો છે જ્યાં એક એવ લગ્ન થયા જેના વખાણ કરતાં લોકો થાકતા નથી. ખાસ કરીને દુલ્હાએ લગ્ન પહેલા જે માંગણી રાખી હતી એ વાત પર હવે સમાજે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. જો તમે આ લગ્ન વિશે સાંભળશો તો તમને પણ નવાઈ લાગશે કે આ લગ્ન ફક્ત ૧ રૂપિયામાં પૂર્ણ થયા હતા.

તમે જરૂર નવાઈ લાગી હશે પણ આ લગ્ન ખરેખર ૧ રૂપિયામાં જ પૂર્ણ થયા હતા, આ લગ્ન કોઈપણ બેન્ડબાજાની જરૂર પડી ન હતી, અને ના તો કોઈપણ જાતની ધામધુમની કે કોઈ ખોટા ખર્ચાની જરૂર પડી હતી. વરરાજો પોતાની સાથે થોડા સંબંધીઓને લઈને આવ્યો અને કોઈપણ જાતના દહેજ વગર અને રોકડ લીધા વગર આ લગ્ન પૂર્ણ કર્યા હતા. લગ્ન બાદ આ દંપતિની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને તેમને દેશ અને વિદેશોમાંથી પણ લગ્નની શુભકામનાઓ મળી હતી.

આ લગ્ન હરિયાણાના સિરસા સ્થિત આદમપુર વિસ્તારમાં થયા હતા જેને પૂરા સમાજ પણ માટે એક સંદેશ આપ્યો છે. વરરાજાએ લગ્ન પહેલા માંગણી મૂકી હતી કે ના તો કોઈ દહેજ લેશે અને ના તો કોઈપણ જાતનો ખોટો ખર્ચો લગ્નમાં કરશે. ફક્ત એટલુ જ નહીં પરંતુ તેણે કહ્યું કે તેને ફક્ત દિકરી આપી દીધી એજ ઘણું છે અને તેની સાથે દુલ્હનના સંબંધીઓ સહમત થઈ ગયા હતા.

પહેલા તો દુલ્હનના ઘરવાળા દુલ્હાને દહેજમાં ૪ કરોડ રૂપિયા આપવાના હતા પરંતુ વરરાજાએ પોતાના થોડા જ સંબંધીઓની સાથે જાન લઈને આવ્યો અને ભેટનાં સ્વરૂપમાં ફ્ક્ત ૧ રૂપિયો અને નાળિયેરનો સ્વીકાર કર્યો. કોઈપણ જતન બેન્ડબાજા વગર આવીને શાંતિથી જાન લઈને પરત ફરી ગયા હતા. ખબરો અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ વરરાજો ચૂલીખુર્દ ગામનો હતો અને તેમના પિતાનું નામ છોટુરામ ખોખર છે અને માતાનું નામ સંતોષ છે.

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares

Leave a Reply