Culture Talk Series ના ઉપક્રમે અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો,જેમાં મેઘના સેજપાલ,પ્રીતિ ભટ્ટ તથા ફાલ્ગુના શાહે પોતાનીફોટોગ્રાફી યાત્રાની વાતો કરી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

Culture Talk Series ના ઉપક્રમે માર્ચ એપ્રિલ મહિનામાં અલગ-અલગ ક્ષેત્રોમાં કાયૅરત મહિલા ઓ સાથે સંવાદ નો કાર્યક્રમ Scrapyard, પાલડી ખાતે યોજાયેલ છે. આ series હેઠળ તા. 22 માર્ચ ના ફોટોગ્રાફર મેઘના સેજપાલ , પ્રીતિ ભટ્ટ તથા ફાલ્ગુના શાહ એ પોતાની ફોટોગ્રાફી યાત્રા ની વાતો કરી.

મેઘના, જેમણે 2005 ની સાલ માં ફોટોગ્રાફી ની શરૂઆત કરી એમના માટે ફોટોગ્રાફી એ જીવન નું એવું અવિભાજ્ય અંગ છે જે એમની ભાવનાઓ , વિચારો અને સંવેદનાઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. Life અને Street ફોટોગ્રાફી માં વિશેષ રૂચિ રાખનારા મેઘના એ 2012 માં wedding photography શરૂ કરી જ્યારે આ ક્ષેત્રમાં ગુજરાતમાં લગભગ કોઈ મહિલા હતી નહિ. વિવિધ સ્પર્ધા ઓ માં ઇનામો , મેગેઝીન માં તસ્વીરો ના પ્રકાશન ઉપરાંત તેઓએ ભારત ના અગ્રણી મેગેઝીન Better Photography તરફથી photographer of the year નું નોમીનાશન મળેલું છે. અમદાવાદ માં 12 જેટલાં ફોટો એક્સહીબિશન માં curate અથવા participation કરેલું છે.

પ્રીતિ ભટ્ટ જેઓ life અને nature ફોટોગ્રાફી માં ખુબ રસ ધરાવે છે એમને Asahi Shimbun માં 2 ગોલ્ડ મેડલ મળેલા છે. એમણે રાજ્યકક્ષા એ આયોજિત વિવિધ exhibition માં ભાગ લીધેલો છે. પ્રીતિ હાલ માં corporate social responsibility ના અંતર્ગત documentation પણ કરે છે.

ફાલ્ગુના શાહ જેઓ wild life ફોટોગ્રાફી કરે છે અને જેમને bird ફોટોગ્રાફી માં ખુબ રસ છે તેઓ ભારત વિવિધ પક્ષીઓ વિશે અદભૂત માહિતિ ધરાવે છે . 2008 ની સાલ થી ફોટોગ્રાફી કરી રહેલા ફાલ્ગુના ભારત ના વિવિધ સ્થળ એ ફરી ચુક્યા છે. Wild life ફોટોગ્રાફી એ સખત ધીરજ અને મહેનત માંગી લેતું કામ છે.

આ ત્રણેય ફોટોગ્રાફર ની સાથે સંવાદ પછી તેઓની images નો slide show પણ રાખવામાં આવ્યો હતો . તેઓ ની તસવીરો scrap yard માં પ્રદર્શિત થયેલી છે .

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply