એક યુવતીને પોતાની પત્ની સમજીને નવ વર્ષ સુધી સાથે રહ્યો અને એક દિવસ સામે આવ્યું સત્ય. – કેડીભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

દરેક માણસ પોતાના પરિવાર પછી સૌથી વધુ નજીક આવે છે પોતાની પત્ની કે પતિ સાથે, શું થાય જો તેની પત્ની કે પતિ વર્ષો સુધી એવા અંધારામાં રાખે કે એવા સત્યથી દુર રાખે જેના વિશે તેણે સપનામાં પણ ના વિચાર્યું હોય. આપણે ઘણા વર્ષોથી કોઈની સાથે રહીએ છીએ તેની સારી-ખરાબ આદતો ની જાણી લઈએ છીએ.

અમેરિકામાં રહેતો એક માણસ ને તેના લગ્નના નવ વર્ષ પછી એક એવું રહસ્ય તેની સામે આવ્યું કે તે સ્તબ્ધ થઇ ગયો. આ માણસે તેની જિંદગીના નવ વર્ષ તે મહિલાને આપ્યા અને આટલા વર્ષ પછી તેની જ ખબર પડી તે સ્તબ્ધ થઈ જવા જેવી જ વાત હતી. આ માણસને કંઈ જ સમજણ નહોતી પડતી કે તે શું કરે.

Related image

અમેરિકાના મિસોરીના રહેવાવાળા કેરી ચૈન ના 2004 માં સુજૈન બોજીચ નામની મહિલા સાથે મુલાકાત થઈ આ મુલાકાત દોસ્તીમાં બદલાઈ ગઈ અને 2005માં તેમણે લગ્ન કરી લીધા. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું અને લગ્નના નવ વર્ષ ક્યાં ગયા તે ખબર જ ના પડી.

Related image

2014માં ચૈરીના સામે એક સત્ય આવ્યું કે તે જાણીને તેના પગ નીચેની જમીન સરકી ગઈ અને બંનેની અલગ થવાની નોબત આવી ગઇ અને બંનેની છૂટાછેડા પણ થઇ ગયા. ચૈરીના વકીલને ખબર પડી કે સુજૈન ના ચાર લગ્ન કરેલા છે અને આ તેના પાંચમા લગ્ન હતા. દિલચસ્પ વાત એ છે કે સુજૈને ચૈરી સાથે લગ્ન કરવા પહેલાં તેના ચોથા પતિને ડાઈવર્સ પણ નથી આપ્યા અને તેના જોડે લગ્ન કરી લીધા. તેના લીધે તે સુજૈન ને ડાઈવર્સ પણ નહોતો આપી શકતો કેમકે કાયદેસર તે તેનો પતિ છે જ નહીં. અત્યારે કૈન ચૈરી અને સુઝેન બંને અલગ રહે છે. તેમને અલગ થયેલ આજે ચાર વર્ષ થઇ ગયા પણ કૈન નુ કેહવુ છે કે આ દગો મરી જશે ત્યાં સુધી યાદ રાખશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •