ખાડિયાનાં રહીશો દ્વારા “શ્રેષ્ઠ ખાડિયા” અભિયાન અંતર્ગત ખાડિયા ચાર રસ્તા પર “ટેમ્પા હટાવો, ખાડિયા બચાવો, હેરીટેજ બચાવો ” અભિયાન ચલાવવામાં આવ્યું. – વિસ્મય જગડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

આજ રોજ ખાડિયા નાં રહીશો દ્વારા શ્રેષ્ઠ ખાડિયા અભિયાન અંતર્ગત ખાડિયા ચાર રસ્તા પર “ટેમ્પા હટાવો, ખાડિયા બચાવો, હેરીટેજ બચાવો ” અભિયાન ચલાવ્વા માં આવ્યું હતું.

પોલીસ ની હાજરી માં લગભગ 25 જેટલા ટેમ્પા ને ઓવર લોડીંગ અથવા તો રોંગ સાઈડમાં આવ્વા ના કારણે રોકવા માં આવ્યા હતા.

પોલીસ ડીપાર્ટમેન્ટ તરફ થી અંશતઃ સપોર્ટ મળેલ હતો.

અત્ર ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ ડેવલપમેન્ટ વધી જવાનાં કારણે તેમજ પોળો ના નાના રસ્તા ઉપર ટેમ્પા ની અવરજવર નાં કારણે પોળ નાં રહીશો ને ખૂબ જ અસુવિધા નો સામનો કરવો પડે છે. ઘણી વખત સ્કુલ ના બાળકોને અને રહીશો ને એક્સીડેન્ટ નો પણ ભોગ બનવું પડે છે.

આ મુદ્દે ખાડિયા ના રહીશો એ લોકલ પોલીસ સ્ટેશન તેમજ કમીશ્નર શ્રી ને તાત્કાલિક ધોરણે અરજી કરવા નો નિર્ણય લીધો છે.

વિસ્મય જગડ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 106
 •  
 •  
 •  
 •  
 •  
  106
  Shares
 • 106
  Shares