પદ્મશ્રી એવોર્ડનાં હક્કદાર બનેલા ખામધ્રોળનાં ૯૫ વર્ષિય ઉદ્યમી ખેડુત વલ્લભભાઇ મારવાણીયાની પ્રેરક વાત. ચિરાગ પટેલ,

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પરંપરાગત ખેત પધ્ધતીને બદલે કોઠાસુઝ અને વૈજ્ઞાનીક અભિગમથી ખેતી કરવાથી ખેતી ક્યારેય નુકશાનકારક બનતી જ નથી, રાજ્યની સરકાર ખેડુતોને સારૂ માર્ગદર્શન આપે છે,
કહેવાય છે કે,મન હોયતો માળવે જવાય. આ ઉક્તિને ચરીતાર્થ કરી બતાવી છે જૂનાગઢના એક પ્રગતીશીલ વયોવૃધ્ધ ખેડૂતે, ગાજરની ખેતીમાં ગૌરવવંતુ સ્થાન પામનાર આ ખેડૂતને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા છે. ત્યારે સમગ્ર ગામ આજે આ ખેડૂતની સિધ્ધીથી ગૌરવ અનુભવી રહ્યુ છે. અગાઉ ગુજરાત માટે સૌથી ગૈારવની વાત પુરવાર કરનાર બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને પણ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ગેનાજી દુકાળગ્રસ્ત ગણાતા બનાસકાંઠામા દાડમની ખેતી કરે છે.આમ ગુજરાતનો ખેડુત હવે રાષ્ટ્રની અગ્રીમ ખેતીમાં નેતૃત્વ કરનાર ખેડુત બનતો થયો છે. આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિ ની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી છે. વાત છે જૂનાગઢની બાજુમાં આવેલા ખામધ્રોળ ગામના ૯૬ વર્ષના નિવૃત નહિ પણ પ્રવૃત્ત ખેડૂત વલ્લભભાઈ મારવાણીયા આજે સાત દાયકા સુધી ગાજરની ગુણવત્તાયુક્ત જાત વિકસાવવામાં સફળ થયેલા માત્ર ધોરણ ૫ સુધી ભણેલા ગજબની કોઠાસૂઝ ધરાવતા વલ્લભભાઈને ખેતીમાં વિશિષ્ટ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ પ્રભૂ કૃપાથી મળ્યાનો આનંદ વલ્લભભાઇ વ્યકત કરી રહ્યા છે.
જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ ગામના વલ્લભભાઇ મારવણીયા ૯૫ વર્ષની વયે પણ નવજૂવાનને શરમાવે તેવી સ્ફૂર્તીથી ખેતી કામમાં રસ દાખવે છે. વલ્લભભાઇએ ૧૯૪૩થી ગાજરની ખેતીમાં કમાલ કરી છે અને આજે તેમના ગાજર અને તેનુ બીયારણ મધુવન દેશ વિદેશમાં નિકાસ થાય છે. વલ્લભભાઇની કોઠાસુઝ અને પ્રગતીશીલ ખેડૂત તરીકે નોંધ લઇ તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ત્રીજા નવાબ મહોબતખાનજી દ્વારા ગરીબો માટે ચાલતા રાજ રસોઇઘરમાં પણ વલ્લભભાઇ ગાજર આપતા હતા.
વલ્લભભાઇ મારવણીયાનું કહેવું છે કે, મારા પિતા વશરામભાઇ ની રાહે હું અને હવે મારો પુત્ર અરવીંદ પણ પિતાના પગલે ગાજરની સમૃદ્ધ ખેતી તરફ વળ્યા છે. વશરામભાઇએ ૧૯૪૦માં ગાજરની ખેતી શરૂ કરી હતી. તે પરંપરા આજે પણ કાયમ છે. ૧૯૮૫માં ગાજરના બીજનુ ઉત્પાદન શરૂ કર્યુ જે આજે મારવાણીયા પરિવાર દ્વારા નિર્મિત મધુવન બ્રાન્ડથી ગાજરનું બિયારણ દેશ અને વિદેશમાં નિકાસ થાય છે.

વલ્લભભાઇને ગાજરની સફળ ખેતી બદલ ૨૦૧૫માં સૃષ્ટી ઇનોવેશન અને ૨૦૧૭માં રાષ્ટ્રપતીના હસ્તે નેશનલ ઇનોવેશન એવોર્ડ મળી ચૂકયા છે. હવે પદ્મશ્રી એવોર્ડ મળતા પરીવાર આખામાં ખુશીની લહેર દોડી ગઇ છે.

ત્યારે વલ્લભભાઇ મારવાણીયા ગાજર સંદર્ભે વાત કરતા કહે છે કે શિયાળામાં દરરોજ ગાજરનું સેવન કરશો તો તમારી ઘણી સમસ્યાઓ દૂર થઇ થાય, દરરોજ ગાજરનું સેવન ગેસ, ઉબકા, પેટનું અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. સ્વાસ્થ્ય માટે તે ઘણા લાભદાયક ફળ ખાવા જોઈએ, શિયાળાની ઋતુમાં ગાજરને ઉંધા ઘડામાં બાફીને ગાજર ખાવાનું લોકો ઘણું પસંદ કરે છે પરંતુ દરરોજ કાચા ગાજર ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી ઔષધિય ગુણોથી ભરપૂર ગાજરનું સેવન શિયાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. આવી વાત ખામધ્રોળ ગામનાં ખાતેદાર ખેડુત એવા વલ્લભભાઇ મારવાણીયાએ કરી જણાવ્યુ હતુ કે આઝાદી પુર્વે ગાજર સામાન્ય રીતે પશુઓનો આહાર હતો. સને ૧૯૪૩ની સાલમાં ખેતીક્ષેત્રનાં સ્મરણોને યાદ કરતા વલ્લભભાઇ મારવાણીયા કહે છે કે તે સમયે જૂનાગઢ નવાબનું રાજ્ય હતુ, તે વખતે કૃષિકારોનાં સંતાનોને અભ્યાસની સવલત નહોંતી. અને હતી ત્યાં ખેડુતો તેમનાં બાળકોને અભ્યાસક્ષેત્રે રસ રૂચિ દાખવતા નહીં, આમ છતાં હું માંડ ચાર ચોપડી(ધોરણ) અભ્યાસ કરી અક્ષરજ્ઞાન મેળવી શક્યો હતો.

૧૯૪૩થી ગાજરની ખેતી પરત્વે રસ અને રૂચી દાખવનાર વલ્લભભાઇ મારવાણીયા પોતાની ટ્રેડીશ્નલ અણીયાળી ટોપી, ચોરણી-ખમીસ ધરાવતા સાદા સોરઠી પહેરવેશ સાથે આજે તેમનાં પુત્ર અરવીંદભાઇને તેમનો વ્યાવસાયીક વારસો સોંપી નીરાંતે ગાજરની ખેતી નિહાળી લાલચટક ગાજરની વાતને હરખભેર વિસ્તારથી વર્ણવતા કહ છે કે આજે તો ભારતભરમાં લગભગ દરેક વિસ્તારમાં ગાજરનો પાક થાય છે. ગાજરના કંદ શાકભાજી ઉપરાંત અથાણાં તથા મીઠાઈ બનાવવામાં ખૂબ જાણીતા છે. ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનિજ તત્વનું પ્રમાણ વિપુલ છે.ગાજરના કંદમાં કેરોટીન નામના રંગદ્રવ્યનું પ્રમાણ જેનું યકૃતમાં પાચન થતાં વિટામિન એ પૂષ્કળ પ્રમાણમાં બને છે. ગાજરનું સૂપ શરીરમાં શકિત-ફૂર્તિ લાવવા માટે શ્રેષ્ઠ પૂરવાર થયેલ છે. આ ઉપરાંત તેના પાનમાં પણ પ્રોટીન, વિટામિન તથા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોઈ પશુ આહાર માટે ઉત્તમ ખોરાક ગણાય છે કેમકે તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ આપી શકે છે.

સારા નિતારવાળી, ઊંડી ભરભરી અને ગોરાડું જમીન આ પાકને વધુ અનુકૂળ આવે છે. ચીકણી ભારે તેમજ વધુ અમ્લતાવાળી જમીન આ પાકને માફક આવતી નથી, પરંતુ જે જમીનમાં પોટાશનું તત્વ વધુ હોય તેવી જમીન આ પાકને વધુ માફક આવે છે. સામાન્ય રીતે ગાજર ઠંડી ઋતુનો પાક હોઇ શિયાળુ ઋતુમાં લેવામાં આવે છે. આ પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. ગાજરના પાક માટે ૧૫ થી ર૦° સે. ઉષ્ણતામાન વધુ માફક આવે છે. આ ઉષ્ણતામાને ગાજરના કંદનો રંગ એકદમ સારો આવે છે તેનાથી ઊંચા કે નીચા ઉષ્ણતામાને કંદનો રંગ ફિકકો રહે છે. ગાજરની જાતો તેના રંગને આધારે વર્ગીકૃત છે. પણ આ બધી વાત તો મેં કૃષિ મહોત્સવમાં કૃષિ ઋષિ તરીકે કૃષિ રથનાં પ્રવાસી દિવસોમાં કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી સાંભળી હતી પણ મારે તો વાત કરવી છે કે જ્યારે માણસ તો ગાજર ખાવાથી દુર હતા, માત્ર પાણી આહાર તરીકે ગાજરનું પ્રચલન હતુ, ત્યારે આઝાદી પુર્વે જૂનાગઢ ત્રીજા નવાબ મહાબતખાનજીનાં તાબાક્ષેત્રમાં ખેતી કરતા હતા. પિતા વશરામભાઇ નવાબી સામુદાયીક રસોઇધરમાં પોતાનાં ખેતરમાં વવાતા લીલા શાકભાજી –બકાલુ ઘોડાગાડીમાં લાદીને નવાબનાં રસોઇધરમાં પહોંચતી કરતા હતા. પોતાની પૈતૃક ૬ એકર જમીનમાં તે સમયે વલ્લભભાઇ સમયની માંગને સમજીને ધાન્યપાક સાથે શહેર નજીક હોવાથી શાકભાજીમાં ચોળા, દુધી, ટીંડોરા, ગલકા, તુરીયા, કોબી, ગુવાર, ભીંડા, રીંગણ, ટમેટા, મેથી, ધાણા, વાલોળ, જેવી વિવિધ પ્રકારની શાકભાજી વાવીને જૂનાગઢ ખાતે આજે જે જૂનાગઢ વાસી મોટી માર્કેટ તરીકે ઓળખાય તે માર્કેટ ખાતે શાકભાજી પહોંચતી કરતા હતા. સાથે સાથે પશુઆહાર માટે રજકો, ગાજર પણ ખરા…. તે સમયે ગાજર પશુનો આહાર લેખાતો આમ છતાં પશુઓને નીરવા મકાઇ, બાજરી, જુવારનું અલગથી વાવેતર થતું, ૧૯૪૩નાં દિવસોને યાદ કરી વલ્લભાઇ કહે છે કે તે સમયે યુવાવસ્થા સુધી તો રમવા કુદવાનાં દિવસો લેખાતા, પીતાજી બકાલુ લઇને જૂનાગઢ જતા ત્યારે ક્યારેક હું પણ તેમની સાથે જતો, તે સમયે ૪૦ કીલો વજનનું બકાલુતો કાવડમાં લઇને જતા હતા. ઘોડાગાડીનું ભાડુ ચાર આના હતુ, તે વેળાએ એક વખત મારા પિતાને મેં ગાજરને માર્કેટમાં વેંચવા વિચાર સુચવ્યો તો મને મુરખનો સરદાર બિરૂદ આપી મારા પીતાએ મને ઠપકો આપતા કહ્યુ કે વલ્લભ ગાજર તો ઢોર ખાય, તે કાંઈ બકાલામાં ગાજર વેચાતા હશે તે કોઇ આપણાં ગાજર ખરીદે……? પણ તે મનમાં એક નિર્ધાર જ કર્યો કે જો હું જૂનાગઢની માર્કેટમાં ગાજર ના વેંચુ તો મારૂ કાર્ય અધુરૂ જ ખપે !!! બસ ત્યાર બાદ મારી ગાજર પરત્વેની રૂચીમાં બદલાવ આવ્યો અને ગાજરને માણસ શા માટે ના ખાય અને તેમાં વધુ સારી ક્વોલીટી માટે મારે શું કરવુ એ દીશામાં વિચાર વહેતો થયો, એક દિવસ મારા પિતાશ્રીથી અજાણ રહીને મેં જાતે ગાજર ખોદીને સારી ક્વોલીટીનાં ગાજરને જૂનાગઢની માર્કટમાં પુરા ચાર રૂપિયામાં ગાસડી વેંચી, મારા આનંદનો પાર ના રહ્યો સ્પશ્યલ ઘોડાગાડી બાંધીને ચાર આનાને બદલે ઘોડાગાડી વાળાને બાર આનાઆના રોકડા ખુશીથી ચુકવીને ઘરે જઇ પિતાશ્રીને માર્કેટમાં ગાજરનાં વેંચાણથી મળેલ નાણાની વાત કરી….બસ આ વાતથી ગાજર લોકભોગ્ય બની માણસની આહાર વ્યવસ્થા સાથે મારા ખેર સાથે સંધાન થતાં મેં ગાજરની ઉત્તમ ક્વોલીટી માટે મારી કોઠાસુઝ મુજબ સુધારા કરવા કાર્યારંભ કર્યો, ધીરે ધીરે બકાલા કાર્કેટ વાળા મારી ઉત્તમ ગુણવત્તા વાળા શાકભાજીને સારા ભાવ આપી ખરીદવા અગ્રીમતા આપતા થયા, મેં મારી ખેતીમાં વધારો કર્યો, બાળપણથી જ ગાજરને માર્કેટમાં શાકભાજી સાથે પ્રસ્થાપીત કર્યા બાદ ગાજર ઉપર પોતે જ સારી ગુણવત્તા અને ઈશ્વર તરફથી મળતી પ્રેરણા મુજબ પ્રોગાત્મક અખતરાથી ઉત્તમ પ્રકારનાં ખામધ્રોળનાં ગાજરની એક છાપ ઉપસાવવામાં સફળતા મેળવી હતી. મારા ખેતરમાં ગાજરનાં બીજ ઉત્પાદન વેળાએ ગાજરનાં ફુલપર અસંખ્ય મધમાખી રસ મેળવવા આવતી આ વાતથી પ્રેરાઇને મારા ઉત્પાદીત ગાજરનાં બીજ મેં મધુવન બ્રાન્ડથી ખેડુતોને પહોંચતા કરવાનું શરૂ કર્યુ, બિયારણ શુધ્ધીથી ગાજરની માંગ ધી સાથે બિયારણની માંગ વધતા ખામધ્રોળનાં ગાજર જગવિખ્યાત બન્યા, આ વાત આજે મારો પુત્ર આગળ વધારી રહ્યો છે. આજેય હું ખેતરમાં અચુક જાવ છુ અને મારી મનગમતી પ્રવૃતિ કરૂ જ છુ. ઈશ્વરે ૯૫ વર્ષેય મને આંખ-કાન માં કોઇ ઉણપ આપી નથી કદાચ આ ભેટ મને ગાજરનાં ઉપભોગથીછ મળી હોય એવુ બને, વલ્લભભાઇ આજનાં ખેડુતોને શીખ આપ કહે છે કે પરંપરાગત ખેત પધ્ધતીને બદલે કોઠાસુઝ અને વૈજ્ઞાનીક અભિગમથી ખેતી કરવાથી ખેતી ક્યારેય નુકશાનકારક બનતી જ નથી,આજે પુરતો વીજપુરવઠો મળતા સારી રીતે સિંચાઇની સવલત પણ મળે છે. આજે ટપક, ફુવારા, અને મલ્ચીંગથી ખેતી નફાકારક બની છે, સાથે સારા યાંત્રીક ઉપકરણ પણ ખેતીકાર્યને સરળ બનાવે છે. આજે મારો પુત્ર જે આવક મેળવે છે તેવી આવક મારી જુવાનીમાં મેળવી નથી, જો તે વખતે મને કૃષિ વૈજ્ઞાનીકોનું માર્ગદર્શન અને આધુનિક તાંત્રીક ઉપકરણોનો સહારો મળ્યો હોત તો આજે હું દુનિયાને નવી દીશા આપી શક્યો હોત, અને આપણા દેશની ખેતીને ઈઝરાયલ કરતા આદર્શ ખેતી પ્રસ્થાપિત કરી શક્યો હોત, પણ આજે મળતી સવલતો અને સુધારેલ બીયારણો ખેતી માટે આદર્શ છે. વલ્લભભાઇએ જણાવ્યુ કે સાંપ્રત સમયમાં કૃષિલક્ષી આધુનિક વેજ્ઞાનીક જાણકારી થકી ખેતરમાં મોતીડા પકવવાની લગનનો સુભગ સુમેળથી શું નથી થતું ? છે ને વૃધ્ધત્વમાં ઉંચી ઉડાન ભરવાનાં સ્વપ્ન વલ્લભભાઇ મારવાણીયાનાં
આલેખન- ચિરાગ પટેલ.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •